બાબરા તાલુકાના 18 ,ગામડાઓમાં સભા કરતાં ભરત સુતરીયા
લોકસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ફરી એકવાર મોદી સરકાર બને તે માટે પ્રચાર પ્રસાર શરૂ થયો છે ત્યારે 14 અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સુતરીયા દ્વારા બાબરા તાલુકાના 18 ગામડાઓમાં સભાઓ ગજવી હતી જામ બરવાળા, નાની કુંડળ, ખાખરીયા, ખંભાળા, સુખપર, વાવડા, કોટડા પીઠા, ઊંટવડ, ચરખા, નીલવડા, અમરાપરા, લુણકી, ધરાઈ, ચમારડી, ઘુઘરાળા, લોનકોટડા, બળેલ પીપરીયા, મોટા દેવળીયા સહિતના ગામોમાં ધારાસભ્ય શ્રી જનક તળાવિયા અને લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયાએ બાબરા તાલુકાની 18 ગામડાઓમાં સભાઓ ગજવી હતી. ત્યારે પ્રચાર પ્રસાની શરૂઆત જામ બરવાળા ખાતે આવેલ પડસાલા પરિવારના કુળદેવી ના દર્શન કરીને પ્રસાર શરૂ કર્યો હતો અને ગામ બરવાળામાં બહોળી સંખ્યામાં ગામના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ નાની કુંડળ, ખાખરીયા, ખંભાળા, સુખપર, વાવડા, કોટડા પીઠા સહિતના 18 ગામડાઓ માં જન જનનું સમર્થન મળી રહ્યું હતું ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બને તે માટે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે
લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ પાંચ લાખની લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય એ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા છેવાડાના માનવીઓ સુધી સરકારની તમામ યોજનાઓ મળી રહી હોય ત્યારે નાના માણસોને વધુ યોજનાઓ મળે તે માટે અમે કટિબંધ છી આપણે સૌએ સાથે મળીને ભરત સુતરીયા ને કમળ રૂપે દિલ્હી પહોંચાડવાના છે ત્યારે અબકી બાર 400 કે પાર નાં સંકલ્પને સાર્થક કરવા માટે આપણે સૌએ મતદાનમાં બાકી ન રહેવું જોઈએ સૌએ મતદાન કરવું જોઈએ ત્યારે ગામના લોકોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભરતભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના નારા લગાવ્યા હતા બાબરા તાલુકાના ગામડાઓમાં ભરત સુતરીયા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાબરા તાલુકાના ગામડાઓમાં ભરત સુતરિયાને મળી રહ્યું છે
જન જનનું સમર્થન આ તકે ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્ર ભાઈ બસિયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી જગદીશભાઈ નાકરાણી જિલ્લા પંચાયતના સદસ્યશ્રી નીતિનભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિંમતભાઇ દેત્રોજા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી અશોકભાઈ રાખોલીયા, શ્રી જીતુભાઈ ડેર, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી હિતેશભાઈ કલકાણી, શ્રી મહેશભાઈ ભાયાણી, શ્રી બીપીનભાઈ રાદડિયા, શ્રી મનસુખભાઈ પલસાણા, બાબરા તાલુકા યુવા મોરચાના પ્રમુખશ્રી અમરશીભાઈ વાઘેલા, શ્રી પુનિતભાઈ પલસાણા, સરપંચ શ્રી અશોકભાઈ અસલાલિયા, સરપંચ શ્રી વિપુલભાઈ કાછેલા, તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments