અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જૂન, ૨૦૨૨ના રોજ મામલતદાર કચેરી-બાબરા ખાતે યોજાશે. આ કાર્યક્રમનું વિસ્તરણ ગ્રામ સ્વાગત સુધી લઈ જવાયું છે. તાલુકાના પ્રશ્નો, ફરિયાદો તા.૧૫ જૂન, ૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી-બાબરા ખાતે સ્વીકારવામાં આવશે. ગ્રામ સ્વાગતના પ્રશ્નો ગ્રામ પંચાયત કચેરીએથી ઓનલાઈન દાખલ કરી હાર્ડકોપી તાલુકા પંચાયત-બાબરા ખાતે રજૂ કરવાની રહેશે એવું એક યાદીમાં મામલતદાર-બાબરા દ્રારા જણાવવામાં આવ્યું છે
Recent Comments