fbpx
અમરેલી

બાબરા તાલુકામાં પાંચ કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ બનાવાશે

બાબરા લાઠી વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વખતોવખત રાજ્ય સરકારમાં અસરકારક રજુઆત કરી ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ મંજુર કરાવી રહ્યા છે હમણાં બે દિવસ પેલા મંજુર કરેલા કામો શરૂ નહીં કરવાની બાબતમાં પણ ધારાસભ્ય દ્વારા આંદોલન કરવાની ફરજ પડી હતી ત્યારે લોકોની પ્રાથમિક સુવિધાઓ માટે જાગૃત રહી રોડ રસ્તાઓ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે


ત્યારે બાબરા તાલુકાના પંચાલ વિસ્તારમાં પાંચ કરોડના ખર્ચે રોડ રસ્તાઓ રાજ્ય સરકારમાંથી મંજુર કરાવી વર્ક ઓડેર ઇશ્યુ કરાવતા ગામ લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી


ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્ય સરકારમાં બાબરા તાલુકાના કીડી – જામબરવાળા ૬ કિલોમીટરનો નોન પ્લાન માર્ગ ત્રણ કરોડ ના ખર્ચ મંજુર કરાવ્યો છે જેમાં અહીં માટીકામ,મેટલકામ નાળાકામ ડામરકામ બ્રિજ તેમજ પ્રો વોલ પણ અને સીસી રોડ પણ બનાવવામાં આવશે


તેમજ ઇશ્વરિયાથી કીડી સુધીનો નોન પ્લાન માર્ગ ત્રણ કિલોમીટરનો આશરે દોઢ કરોડમાં બનાવવામાં આવશે તથા ખંભાળા સ્ટેટ હાઇવે પણ ૪૫ લાખના ખર્ચે બનાવવામાં આવલ છે


આમ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ કરોડના ખર્ચે ડામર પેવર માર્ગ બ્રિજ પુલ સરણક્ષણ દીવાલ, સીસી રોડ સહિતના કામો કરવામાં આવશે


ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની રાજ્ય સરકારની અસરકારક રજુઆતના પગલે રોડ રસ્તાઓ પુલ સહિતના કામો મંજુર થતા ગ્રામ્યવિસ્તારોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી

Follow Me:

Related Posts