મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ તથા જિલ્લા આર સી એસ અધિકારી ડો. આર.કે જાટ ની સુચના અને માર્ગદર્શન અનુસાર આરોગ્ય અધિકારી ડો.અક્ષય અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર રાજેશભાઈ સલખના દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરી બાબરા તાલુકા હેલ્થ કચેરી ખાતે તાલુકાની તમામ આશા બહેનો આશા ફેસિલિટેટર બૅહનો નું વિશાળ સમેલન યોજાયું. આરોગ્ય ના તમામ કાર્યક્રમો સુધીકરણ અને પ્રોત્સાહન તથા માર્ગદર્શન હેતુ યોજાયેલ આ સંમેલનમાં જિલ્લા કચેરી માંથી સર્વિસ ઓફિસર ડો.એ.કે. સિંગ સાહેબે હાજરી આપેલ હતી જરૂરી માર્ગદર્શન આપેલ તાલુકા હેલ્થ ઓફિસર ડો.અક્ષય દ્રારા કોવીડ -19 રસીકરણ તૅમજ ફેમીલી પ્લાનીગ, વાહક જન્યરોગ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ મેડીકલ ઓફિસરશ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચમારડીના ડો. વિરાટ અગ્રાવત દ્વારા કાર્યક્રમો ટી.બી., માતા મરણ, બાળ મરણ,મમતા દિવસ ગ્રામ્ય આરોગ્ય સંજીવની અને સ્વચ્છતા સમિતિ તેમજ ખાસ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ વિસ્તારથી માર્ગદર્શન આપેલ સંમેલન ની વ્યવસ્થા, સંકલન અને સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર રાજેશભાઈ સલખના દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવામાં તાલુકા ફીમેલ સુપરવાઇઝર સી.ટી. ચાવડા તેમજ ફાઇનાન્સ આસિસ્ટન્ટ વિપુલ ભાઈ ચાવડા. તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ ક્રિષ્નાબેન ભટ્ટી દ્વારા સારી જહેમત ઉઠાવેલ
બાબરા તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા સંમેલન યોજાયું

Recent Comments