બાબરા નગરપાલિકાએ બાકી વેરો ન ભરતાં લોકોની 4 દુકાનો સીલ કરી અન્ય રહેણાક મકાનોમાં નળના કનેક્શન કાપીને કડક કાર્યવાહી કરી હતી.
બાબરા નગરપાલિકાએ બાકી વેરો ન ભરતાં લોકોની 4 દુકાનો સીલ કરી અન્ય રહેણાક મકાનોમાં નળના કનેક્શન કાપીને કડક કાર્યવાહી કરી હતી. વેપારીઓ અને રહેણાંક વિસ્તારના લોકો દ્વારા અલગ અલગ વેરા ભરવાના આવતા હોય છે. તે વેરા નહી ભરતા નગરપાલિકા ટીમના કર્મચારી અને ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા દ્વારા કડક કાર્યવાહી કરતા શહેરમાં ફફડાટ ફેલાયો હતો. બાબરા શહેરમા નગરપાલિકાની વેરાવસુલાતને લઈ કડક કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેમાં 4 જેટલી દુકાનોએ વર્ષોથી વેરો ન ભર્યો હોવાના કારણે નગરપાલિકા દ્વારા તાળા મારી સિલ કરી દેવાઇ હતી. જેમનો 40 હજાર જેટલો વેરા બાકી હોવાને કારણે કાર્યવાહી કરાય હતી. અહીં દુકાનો સીલ કરતાં સમગ્ર શહેરમાં વેરો ન ભરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
બાબરા શહેરમાં 5 હજાર કરતા વધુની રકમ બાકી હોવાને કારણે મકાનોના નલ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. જેમા રહેણાંક મકાનોના અનેક પીવાના પાણીના કનેક્શન કાપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર નગરપાલિકા ચીફ ઓફિસર કર્મચારીની ટીમ દ્વારા કાર્યવાહીના કારણે ફફડાટ ફેલાયો છે.
Recent Comments