fbpx
અમરેલી

બાબરા ના ગમા પીપળવા ખેડૂતો ના ઇસ્ટ દેવ ભગવાન શ્રી બાલદેવ ની પૂજા કરી હળ ઉત્સવ ઉજવ્યો

બાબરાના ગમાપીપળીયા  ગામમાં પરંપરાગત દર વર્ષે ગ્રામજનો ભુદેવની સાક્ષીએ ભગવાન બલરામ ની પૂજા કરી ભગવાન શ્રી બાલદેવજી ના શસ્ત્ર થી હળ ઉત્સવ ઉજવે છે પવિત્ર  શ્રાવણ માસમાં ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ અને ખેડૂતોના ઇસ્ટ દેવ શ્રી બલરામ ભગવાન નું શસ્ત્ર હળ છે  આવતા વરસના વરસાદના વરતારા માટે આ ઉત્સવ ઉજવાય છે. ગામમાંથી નાના ચાર બાળકોને તૈયાર કરવામાં આવે છે.અને તે અવેડામાં મટુકી વડે સ્નાન કરે છે.અને ચાર બાળકોના નામ જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો રાખવામાં આવે છે. પછી ચારે બાળકો મટુકી પાણીની ભરીને જળ દેવતાને સ્થાને શ્રીફળ વધેરે છે.અને મટુકી (માટલી) ફોડે છે. પછી ચારે બાળકોને મુખ્ય બજારમાં દોડાવવામાં આવે છે.અને ગામના પાદરમાં કોઈ એક વ્યક્તિ હળને હાથમાં ઉંચું જાલી રાખે. તે હળને જે બાળક પક્ડી લે છે અને પકડનાર બાળકનું નામ જે મહિનાનું નામ રાખેલ હોય છે તે મહિનામાં આવતા વરસે સારો વરસાદ થાય છે.તેવું માનવામાં આવે છે, અને આખુ ગામ રક્ષાબંધનના દિવસે કાર્યક્રમનું કુતુહલ જોઈને આનંદ અનુભવે છે

Follow Me:

Related Posts