બાબરા પંથકમાં ખનીજ માફિયાઓ વિરૂઘ્ધ તંત્રની લાલ આંખ
બાબરા પંથકમાં માટી ચોરી કરી ખનીજની ચોરી કરતા તત્વો પર અમરેલીની ખાણ ખનીજ વિભાગ ઘ્વારા તવાઈ બોલાવતાં 9 ટ્રેકટર, એક જેસીબી મળી કુલ રૂપિયા 70 લાખનો મુદામાલ જપ્ત કરતાં ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબરાનાં એક ખેડૂત રમેશભાઈ ભાલાળાએ સ્થાનિક મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગને થોડા દિવસો પહેલા આધાર પુરાવા સાથે રજૂઆત કરેલ હતી કે, બાબરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં તળાવ અને નદીના ખુલ્લા પટ્ટમાં કોઈપણ જાતની લીજ લીધા વગર ગેરકાયદેસર માટી અને કિંમતી પથ્થરની ચોરીકરતાં હોવાનું જણાવ્યું હતું. તેઓએ રજૂઆતમાં એમ પણ જણાવ્યું હતું કે, આ લોકો વ્હેલી સવારે અને મોડી સાંજે ખનીજ ચોરી કરી રહૃાા છે. આ રજૂઆતને સમય વિત્યા બાદ ચોકકસ બાતમીના આધારે ખનીજ વિભાગ ઘ્વારા રેઈડ કરી ખનીજ ચોરોને આબાદ ઝડપી લીધા હતા. બાબરા પંથકમાં ખનીજ ચોરો પર તવાઈ બોલાવતા લોકોમાં તંત્રની પ્રશંસા જોવા મળી રહી છે તો બીજી તરફ ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Recent Comments