બાબરા પંથકમાં વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા

બાબરામાં પંથકમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી જતા વાડી ખેતરોમાં પાણી ભરાય ગયા હતા અને ગામની સ્થાનિક નદીઓમાં પુર આવ્યા હતા ત્યારે ખેડૂતોએ સારો વરસાદ પડતાં વાવણીના શ્રીગણેશ કર્યા હતા અને સારી વાવણી થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
બાબરા પંથકમાં ચમારડી, ઘૂઘરાલા, ઈંગોરાળા, ચરખા, લુણકી, વાવડી, દરેડ, જામબરવાળા, ખાખરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મન મુકીને સતત બે દિવસ વરસતા ધરતીને રસ તરબોળ કરી દીધી હતી ગામની બજારોમાં પાણી વહેતા થયા હતા તો બીજી તરફ વાડી અને ખેતરમાં પાણી ભરાયા હતા અને ગામની સ્થાનિકનદીઓમાં ઘોડાપુર આવતા લોકો જોવા ઉમટી પડયા હતા.
ખેડૂત ભુપતભાઇ બસિયાએ જણાવ્યું હતું કે દર વરસ કરતા આ વર્ષે એક પખવાડિયું વહેલી વાવણી થઈ છે જે સારા અને શુકનવતા વરસની નિશાની છે સામાન્ય રીતે ખેડૂત ભીમ અગિયારસના દિવસે વાવણી કરતા હોય છે પણ તાલુકામાં જે રીતે વરસાદ પડયો છે તે વાવણી લાયક હોવાથી ખેડૂતો વાવણીના કાર્યમાં જોતરાયા છે.
Recent Comments