બાબરા પાલિકાના ભાજપના મહિલા સદસ્યના પતિને ત્યાં અમરેલી LCBએ દરોડો પાડતા ચાલીસ હજાર આર્યુવેદિક સીરપની બોટલો ઝડપી ભાજપના મહિલા સદસ્યનાપતિની પોલીસે અટકાયત કરી હતી.બાબરા પાલિકાના ભાજપના મહિલા સદસ્યના પતિને ત્યાં અમરેલી LCBએ દરોડો પાડતા ચાલીસ હજાર આર્યુવેદિક સીરપની બોટલો ઝડપાઈ હતી. પાલિકાના મહિલા સભ્યપતિ મૂળશંકર મણિશંકર તેરૈયાને ત્યાં LCBએ દરોડો પાડ્યો હતો તે દરમ્યાન ગોડાઉનમાં રાખેલી આર્યુવેદિક નશીલી સીરપની બોટલોનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો હતો.છેલ્લા ધણા દિવસોથી ખુલ્લેઆમ વેચાણ થતી નશીલી સીરપ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. રૂપિયા 60 લાખનો મુ્દામાલ જડપીને નશીલી સીરપના સેમ્પ્લો FSL માંમોકલવામાં આવ્યા હતા. ભાજપ શાસિત પાલિકાના મહિલા સભ્યના પતિની પોલીસે અટકાયત કરી હતી.
બાબરા પાલિકાના ભાજપના મહિલા સદસ્યના પતિને ત્યાં અમરેલી LCBનો દરોડો

Recent Comments