બાબરા પાલિકા કચેરી ખાતે સફાઇકર્મીઓના ધરણાં-પ્રદર્શન યોજાયા
બાબરા નગરપાલિકા કચેરી ખાતે વર્ષો જૂની માંગને લઇ સફાઇકર્મીઓએ ધરણાં-પ્રદર્શન કરી માંગ પૂરી કરવા રજૂઆત કરી હતી.
બાબરા પાલિકામા સફાઇ કામદારોની વર્ષો જુની માંગણીઓને લઇને સફાઇ કામદારો એકઠા થયા હતા અને પાલિકા કચેરી સામે ધરણા અને પ્રદર્શન કર્યુ હતુ. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને પુર્વ મંજુરી વગર સરકારી કચેરી સામે દેખાવો કરતા સફાઇ કામદારોની અટકાયત કરી હતી.પાલિકાના સફાઇ કામદારોની વર્ષો જુની માંગણી સંતોષાતી ન હોય તેમજ અગાઉ પણ હડતાલનુ એલાન અપાયુ હોવા છતા પ્રશ્નોનાં કોઇ ઉકેલ આવતો ન હોય સફાઇ કામદારો એકઠા થઇ પાલિકા કચેરી સામે જ ધરણા પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
સફાઇ કામદારોએ ધરણા પ્રદર્શન કરતા પોલીસ દોડી ગઇ હતી અને પુર્વ મંજુરી વગર એકઠા થઇ ધરણા પ્રદર્શન કરતા સફાઇ કામદારોની પોલીસ અટક કરી પોલીસ મથકે લઇ જઇ કાર્યવાહી કરી હતી. પાલિકાના સફાઈ કર્મીઓ પગાર વધારો તેમજ અન્ય હક હિસ્સા સહિતની અન્ય વર્ષો જુની માંગણીઓ મુદ્દે અવારનવાર આંદોલન કરી રહ્યા છે. પણ તંત્ર દ્વારા તેમની માંગણીઓને ધ્યાને નહિ લેવામાં આવતા આંદોલન કરવાની ફરજ પડી રહી હોવાનું સફાઈ કર્મચારીઓના પ્રમુખ મુનાભાઈ પરમાર દ્વારા જણાવ્યું હતું.
Recent Comments