fbpx
અમરેલી

બાબરા પો.સ્ટે.માં મહીલાને માર મારવાના ગુનામાં આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા મારા મારીના ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૮૨૨૦૯૩૫ / ૨૦૨૨ IPC કલમ -૩૨૩,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા .૧૨ / ૧૨ / ૨૦૨૨ ના રોજ રજી . થયેલ જેમા આ કામના કરી . બહેનના પતિ મરણ જતા તેણે બીજા સાથે કોર્ટમા લગ્ન કરેલ હોય તે બાબતેનુ મનદુખ રાખી ફરી . તેના છોકરા લઇને ગળકોટડી ગામે જતા આ કામના ભોગબનનાર / ફરીયાદી ના નણંદ તથા દેરાણી તથા નણંદના પતિ તથા અન્ય એક મહીલા દ્વારા પોતાના ભાઇના અવસાન બાદ બીજા લગ્ન કેમ કરેલ તે બાબતે ગાળો આપી તકરાર કરેલ તેમજ મહીલાને ઘસડીને ઘરના પીલોર પાસે લઇ જઇ બન્ને બાજુથી હાથ પકડી રાખી લાકડીના ત્રણ ચાર ઘા સાથળના ભાગે તથા ગુદ્દાના ભાગે મારી મુંઢ ઇજા કરી તેમજ માથાના વાળ પકડી ધસડી કાતરથી ફરી.

માથાના વાળ કાપી નાખી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી મે અધિક જીલ્લા મેજી.સા અમરેલીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે અંગે જાણ થતા પોલીસ દ્વારા મહીલાના ઘરે પહોંચી મહીલાને સારવારમાં લઇ જઇ તેમની ફરીયાદ નોંધી ગુન્હામા ત્રણ મહીલા આરોપી તથા એક પુરૂષ આરોપી હોય જે પૈકી બે મહીલા આરોપીઓને ગણતરીની કલાકોમા ગળકોટડી ગામે થી બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હા કામે ધોરણસર અટક કરી , આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .

ગુનામાં પકડાયેલ આરોપીઓની વિગત : ( ૧ ) ઘુધાબેન વા / ઓ હીરજીભાઇ ઉર્ફે હીકાભાઇ બાલાભાઇ ખટાણા ઉ.વ .૩૫ ધંધો મજુરી રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી ( ૨ ) સોનલબેન ઉર્ફે ફાદબેન વિજયભાઇ પોપટભાઇ વાઘેલા ઉ.વ. ૨૫ ધંધો મજુરી રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓની વિગત : ( ૧ ) હીકાભાઇ બાલાભાઇ રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી ( ર ) ચકુબેન મુન્નાભાઇ ચારોલીયા રહે.જુના પીપળીયા તા.જસદણ જી.રાજકોટ

ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.બી.પી.પરમાર તેમજ બાબરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts