અમરેલી

બાબરા ફોરેસ્‍ટ રેન્‍જ માંથી ઝડપાયો, સસલાંનો શિકાર કરતો શિકારી

બાબરા તાલુકાના વલારડી  રાઉન્‍ડના ચમારડી ગામે રહેતો વાસુર લવીંગ ચારોલીયા જાતે દેવીપૂજક દ્વારા સસલાંનાં શિકાર માટેનાં મેવટા અને શિકાર કરતો વીડિયો બે દિવસ પહેલા  સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.  જેની જાણ બાબરા ફોરેસ્‍ટનાં આરએફઓ એમ.એસ. પલાશ તેમજ સ્‍ટાફનાં  સોલંકી પધાર્યા અને તુષારભાઈને થતાં તેવો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

બાદમાં તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે ચમારડી ગામે રહેતો વાસુર લવિંગ ચરોલિયા જાતે દેવીપૂજકનો વિડિયો હોવાનું સામે આવ્‍યું હતું અને તેની તપાસ કરતા શિકારીને ચમારડી ગામેથી ઝડપી લીધો હતો અને તેની પર કાયદેસરની કાર્યવાહી કરીનેતેની પાસેથી હાજર દંડ પેટે રૂપિયા 10000 વસૂલવામાં આવ્‍યા હતા અને ચમારડી ગામે આવેલ ઝૂંપડામાં તપાસ કરતા ઝૂંપડામાંથી મેવટા નંગ-ર મળી આવ્‍યા હતા.

Related Posts