બાબરા માર્કેટયાર્ડનાં ઈન્સ્પેકટર તથા પ્યુનનો વિદાય સન્માન સમારોહ યોજાયો
બાબરા માર્કેટયાર્ડ સંસ્થાના ઈન્સ્પેકટર પ્રતાપભાઈ એલ. દેવમુરારી તથા પ્યુન અશોકભાઈ એમ. દેવમુરારીનો વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થતાં હોય માર્કેટયાર્ડનાં આ બંને કર્મચારીઓનો વિદાય સમારોહ યોજવામાં આવેલ. જેમાં સંસ્થાના ચેરમેન લક્ષ્મણજીભાઈ એસ. રાઠોડ, વાઈસ ચેરમેન બિપીનભાઈ જે. રાદડીયા, પૂર્વ ચેરમેન અને હાલ ડીરેકટર જીવાજીભાઈ રાઠોડ, ડીરેકટરો અલ્તાફભાઈ નથવાણી, બળવંતભાઈ ચાંવ, જેસાભાઈ મકવાણા, વિઠ્ઠલભાઈ ગજેરા, હરેશભાઈ શેલીયા, બાવકુભાઈ બસીયા, સંસ્થાના સેક્રેટરી અજયભાઈ પંડયા, પૂર્વ સેકે્રટરી રજનીભાઈ તન્ના, સ્ટાફ મિત્રો, વેપારીઓ તથા કમીશન એજન્ટ ભાઈઓની હાજરીમાં આ વિદાય સન્માન સમારોહ યોજાયો.
સ્વાગત પ્રવચન યાર્ડનાં સેક્રેટરી અજયભાઈ પંડયા ઘ્વારા કરવામાં આવેલ અને આ બંને કર્મચારીઓ સંસ્થામાં એક પરિવારની ભાવનાથી જોડાઈ સૌ સાથે કામગીરી કરેલ તેની જાણકારી સૌને આપેલ તેમજ સંસ્થાના વાઈસ ચેરમેન બિપીનભાઈ રાદડીયાએ આ બંને કર્મચારીઓ પોતાની પાછળની જીંદગી સુખરૂપ, તંદુરસ્ત, દીર્ધાયુષ્ય આપે અને સમાજ સેવા કરો તેવી શુભકામનાઓ પાઠવેલ.
આ બંને કર્મચારીઓ છેલ્લા ર9 વર્ષથી આ બજાર સમિતિ બાબરામાં ફરજ બજાવેલ જે સંસ્થાના પાયાથી અત્યાર સુધી ખંત, ઉત્સાહ અને નિષ્ઠાથીફરજ બજાવેલ. જેની આ તકે દરેકે નોંધ લીધી અને બંને કર્મચારીઓને સંસ્થાના ચેરમેન, વાઈસ ચેરમેન, ડીરેકટરો ઘ્વારા સન્માનપત્ર, ફૂલહાર અને શાલ ઓઢાડી વિદાયમાન આપેલ તેમજ સ્ટાફ મિત્રો ઘ્વારા ફૂલહાર, ગીફટ અને શાલ ઓઢાડી સન્માનીત કરેલ અને વેપારી ભાઈઓ તથા કમીશન એજન્ટ ભાઈઓ ઘ્વારા પણ શાલ ઓઢાડી સન્માન કરેલ. સંસ્થાના નિવૃત્ત કર્મભારી પ્રતાપભાઈ દેવમુરારીએ પોતાની નોકરી સમયકાળ દરમ્યાન કરેલ કામગીરી તેમજ સ્ટાફ મિત્રો સાથેનો અનુભવ વર્ણવતા ભાવ વિભોર થયા અંતમાં સંસ્થાના પદાધિકારીઓ તેમજ કર્મચારીઓનો આભાર વ્યકત કર્યો. સન્માનપત્રોનું વાંચન યાર્ડના કર્મચારી અરૂણભાઈ ભાયાણીએ કરેલ. આભારવિધિ સંસ્થાના ઈન્સ્પેકટર ચીમનભાઈ પલસાણાએ કરેલ. સંસ્થાનાં સેક્રેટરી અજયભાઈ પંડયા તથા કલાર્ક કમ ઈન્સ્પેકટર વિનુભાઈ વાઘેલા તેમજ સંસ્થાના કર્મચારી અલ્પેશભાઈ વાળાનાં માર્ગદર્શન નીચે સંપૂર્ણ વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ. જેને સફળ બનાવવા માર્કેટયાર્ડનાં સર્વે સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવેલ.
Recent Comments