અમરેલી

બાબરા મુકામે દીપકભાઈ પડિયાની દુકાનને ચેમ્બર અધ્યક્ષશ્રી મુન્નાભાઈ મલકાણ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ ની બેઠક મળી

આજરોજ બાબરા મુકામે દીપકભાઈ પડિયાની દુકાનને ચેમ્બર અધ્યક્ષશ્રી મુન્નાભાઈ મલકાણ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ ની બેઠક બોલાવવામાં આવેલ.
આ બેઠકમાં ઉપાધ્યક્ષશ્રી મયુરભાઈ રાવળ મંત્રીશ્રી પરેશભાઈ સોની સંગઠનમંત્રીશ્રી વિપુલભાઈ રાઠોડ ખજાનસી  શ્રી દિપકભાઈ પડિયા હાજર રહ્યા હતા અને કોરોના સંક્રમણ બાબતે બાબરા અધિક્ષક મેડિકલ ઓફિસર ડો. સાકીર વોરા સાહેબ પાસેથી માહિતી મેળવતા જણાવવામાં આવેલ કે હાલ બાબરા શહેરમાં બે અઠવાડિયાથી કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી કે કોરોનાના સારવાર હેઠળ કોઈ દર્દી આવેલ નથી અને આ કોરોનાંની મહામારીની માંથી આપણું બાબરા શહેર કોરોના મુક્ત થઈ રહ્યું છે જે બાબતે ચર્ચા કરવામાં આવી.
આગામી દિવસોમાં બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાબરા તાલુકાના ૫૮ ગામોમાં નાના-મોટા વેપારીભાઈઓ આવેલ છે આ વેપારીભાઇઓને મદદરૂપ થવા માટે તાલુકા ચેમ્બર ઓફ કોમર્સની રચના કરવા માટે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી.
બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીભાઈઓ માટે યુરીનલ બનાવવા માટે નગરપાલિકા પાસે માંગણી અને રજૂઆત કરવામાં આવેલ હતી તે માંગણી અને રજૂઆત સંતોષાયેલ હોય અને ટૂંક સમયમાં આ યુરીનલ ની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી.
આગામી દિવસોમાં કોરોના ની ત્રીજી લહેર આવે તો તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે શું કરવું તેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બાબરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

Related Posts