બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાત વરસ થી વધુ સમય વીત્યો હોય તેવા તમામ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગોનું રાજ્ય સરકારમાંથી મંજૂરી મેળવી રૂ ૫.૫૦ કરોડના ખર્ચે નવા બનાવવા આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સૂચન પ્રમાણે બાબરા તાલુકાના ત્રણ થી ૬૦ લાખના ખર્ચે સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા બાબરા તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનભાઇ સાકરીયા પૂર્વ સરપંચ વજુભાઈ વાળા સરપંચશ્રી થોરખાણ વિવેક ભાઈ સાકરીયા કોંગ્રેસ અગ્રણી અનકભાઈ વાળા છગનભાઈ પરવાડીયા કલ્યાણ ભાઈ પરવાડિયા ચંદુભાઈ પરવાડીયા હરિશંકરભાઈ તેરૈયા દ્વારા શુભારંભ કરાવ્યો હતો બાકી રહેતા તમામ માર્ગોનું કામ ટૂંકસમયમાં શરૂ કરાવવામાં આવશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે લાઠી અને બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત હસ્તકના તમામ માર્ગો કે જેને સાત વરસથી વધુ સમય વીત્યો છે તે તમામ માર્ગનું રિકાર્પેટ કરી નવા પેવર માર્ગો બનાવશે અને સાડા પાંચ કરોડના ખર્ચે તમામ માર્ગોનું કામ આજે શરૂ કરવામાં આવ્યું છે રોડ રસ્તાઓનું કામ સમય મર્યાદા અને ગુણવત્તા યુક્ત કરવામાં આવે તેની તાકીદ પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર આપવામાં આવી છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો મંજુર કરાવી કામ શરૂ કરાવ્યું છે તેમાં બાબરા તાલુકાના ગમાંપીપળીયાથી વાવડી રોડ સુધી પાંચ કિલોમીટર સુધીનો એક કરોડના ખર્ચે બનશે તેવીજ રીતે લાઠી તાલુકાના ભીંગરાડ-આસોદર-હરિપર રોડ આઠ કિલોમીટરનો માર્ગ ડોઢ કરોડના ખર્ચે તેમજ ધામેલ-ભાલવાવ રોડ એક કરોડના ખર્ચે બાબરા તાલુકાનાના નડાળા એપ્રોચ રોડ ૬૦ લાખના ખર્ચે અને પીરખીજડિયા- વલારડી માર્ગ ૬૦ લાખના ખર્ચે બનાવવામાં આવશે લાઠી વિધાનસભા વિસ્તારમાંમાં આવેલ દરેક ગામ ને રોડ રસ્તાઓ માટે પૂરતી સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકારમાં સતત રજુઆત કરી માર્ગો મંજુર કરાવી તેનું કામ શરૂ કરવામાં આવે છે જેથી લોકોને સમય મર્યાદામાં સગવડતા મળી રહે તેવું અંતમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાત વર્ષ જુના માર્ગો રિકાર્પેટ થયા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી
Recent Comments