બાબરા લાઠી નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ને પ્રચંડ જન સમર્થન

લાઠી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આશીર્વાદની સાથે પ્રચંડ જન સમર્થન આપી રહ્યા છે ત્યારે શહેરી વિસ્તારમાં પણ સ્થાનિક વોર્ડની બેઠક તેમજ ગ્રુપ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ને જન સમર્થન મળી રહ્યું છે. લાઠી શહેર તેમજ બાબરા નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં બેઠક કરવામાં આવી રહી છે જેમાં કોંગ્રેસના ઉમેદવારને સ્થાનિક લોકો દ્વારા પૂરતો સહકાર આપવાની ખાત્રી સાથે આશિર્વાદ આપી રહ્યા છે.
Recent Comments