fbpx
અમરેલી

બાબરા વિશ્વ હિન્દુ પરિષદની પંચનાથ મહાદેવ મંદિર ના સાનિધ્યમાં બેઠક મળી. ૨૩ સપ્ટેમ્બરે શૌર્ય જાગરણ યાત્રા ૧૦૦ યુવાનો ને ત્રિશુલ દીક્ષા અપાશે

બાબરા   વિશ્વ હિન્દુ પરિષદની પંચનાથ મહાદેવ મંદિર બાબરા ના સાનિધ્યમાં બેઠક મળેલ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના આગામી શૌર્ય જાગરણ યાત્રા સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ  ઈતેશભાઈ મહેતા ની વિશેષ ઉપસ્થિતિમાં બાબરા વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજવામાં આવેલ આ બેઠકમાં ૨૩ સપ્ટેમ્બર ના રોજ બાબરા ખાતે શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્ય સ્વાગત  નગરયાત્રા ત્રિશૂળ દીક્ષા અને ધર્મસભાના આયોજનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી બાબરામાં ૧૦૦ યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવમાં આવશે  આ પ્રસંગે નગર યાત્રા  રથ‌ દ્વારા કાઢવાનુ પણ સુંદર આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ હતું,

આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સહમંત્રી ઈશ્વરભાઈ રાજ્યગુરુએ હિન્દુ સમાજના શૌર્ય જાગરણ નું મહત્વ સમજાવેલ અને જિલ્લાના ઉપાધ્યક્ષ રશ્મિન ભાઈ ત્રિવેદીએ વિશ્વ હિન્દુ પરિષદના નવનિયુક્ત હોદ્દેદારો ની વરણી કરવા આવેલ હતી,

જેમાં બાબરા વિશ્વહિંદુ પરિષદ અધ્યક્ષ(પ્રમુખ) તરીકે (ગૌ રક્ષક)ગજેન્દ્રભાઈ શેખવા ની નિયુક્તિ કરવામાં આવેલ હતી તેમજ બજરંગ દળના બાબરા શહેર સંયોજક(પ્રમુખ) aઈન્દ્રજીતભાઈ ચૌહાણ અને બાબરા નગરના સહ મંત્રી રણજીતભાઈ પરમાર ની નિયુક્તિ કરવામાં આવેલ હતી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ ના જિલ્લા પદાધિકારીઓ દ્વારા બાબરા બેઠક માં આ ઘોષણા કરવામાં આવેલ હતી

બાબરામાં શૌર્ય જાગરણ યાત્રા ભવ્ય થી ભવ્ય આયોજન થાય એ માટે સૌને માર્ગદર્શિત કરવામાં આવેલ હતા આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ  જિલ્લા અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા રશ્મિનભાઈ ત્રિવેદી તથા યાત્રા સંયોજક પ્રતાપ સિંહ ચૌહાણ દ્વારા સોર્ય યાત્રા બાબત વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી

આ પ્રસંગે બાબરા ના ધર્મ પ્રેમી સનાતની ભાઈઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts