બાબરા વિસ્તારના વેપારીને હનીટ્રેપમાં ફસાવી ખંડણીની માંગણી કરતાં આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા શરીર સબંધીત તેમજ મિલ્કત સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી એ.જી.ગોહીલ સાહેબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન A- પાર્ટ ગુ.ર.નં , ૧૧૧૯૩૦૦૮૨૩૦૦૦૨/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૬૪-૬,૩૮૫,૩૮૯,૫૦૪,૫૦૬-૨,૧૨૦ – બી , ૩૪,૧૧૪,૧૭૦ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો તા .૦૧ / ૦૧ / ૨૦૨૩ ના રોજ રજી.થયેલ હોય અને ઉપરોકત ગુન્હાના આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના ઇરાદે ગુન્હાહીત કાવતરૂ રચી હો.ચંદાબેન ઉર્ફે સંજ ઉર્ફે મનીષાએ આ કામના ફરી.ને ફોન કરી જમીન તથા ગાયો લે વેંચની મીઠી મીઠી વાતો કરી મળવા બોલાવી ફરી સાથે શરીરસબંધ બાંધવા પ્રયત્ન કરી ફરી.એ ના પાડી ફરી.પોતાના ઘરે જતા હોય તે વખતે આ કામના અન્ય ચાર આરોપીઓ ઇકો ફોરવ્હીલ લઇ આવી ફરી.ને ગાળો આપી લાકડી તથા હાથ વડે માર મારી ફરી.ને ઇકો ફોરવ્હીલમા બેસાડી અપહરણ કરી લઇ ચાવંડ , ઢસા , ગઢડા ગામની અલગ અલગ અવાવરૂ જગ્યાએ લઇ જઇ હો.પોલીસમા હોય તેવી ખોટી ઓળખ આપી ફરી.ને બળાત્કારના કેસમા ફસાવી દેવાની તેમજ બદનામ કરવાની ધમકી આપી બળજબરીથી મિલ્કત કઢાવી લેવા અટકાયતમા રાખી ફરી.ને તેના દિકરા સાથે ફોનમા વાત કરાવડાવી ફરી.ના નામના કોરા ચેક મેળવી ફરી ને ઢસા ઉતારી લઇ ગુન્હો કરવામા એક બીજાએ મદદગારી કરી તેમજ અધિક જીલ્લા મેજી.સા.ના જાહેરનામાનો ભંગ કરી નાસી ગયેલ આરોપીઓને ફરી.ની ફરીયાદમા મળેલ વર્ણન આધારે તેમજ CCTV કેમેરાની મદદથી ચાક્કસ માહીતી આધારે બાબરા નજીક રાજકોટ – ભાવનગર હાઇવે સહયોગ હોટલ નજીક હાઇવે રોડ અવાવરૂ જગ્યાએથી ઇકો કાર સાથે એક મહીલા તથા અન્ય ચાર આરોપીઓને અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ -૫ કિ.રૂ .૨૫૦૦૦ / તથા એક લાકડી કિ.રૂ .૧૦ / – તથા ઇકો ફોરવ્હીલ કિ.રૂ .૪,૦૦,૦૦૦ / – તથા કોરા ચેક ૦૪ જેની કિ.રૂ .૦૦ / – મળી કુલ કિ.રૂ .૪,૨૫,૦,૧૦ / -ના મુદામાલ સાથે બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા શોધી કાઢી બાબરા પો.સ્ટે.ખાતે લાવી આરોપીને ધોરણસર અટક કરી , આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત : ( ૧ ) તુષારભાઇ પરશોતમભાઇ પટેલ ઉ.વ .૨૯ ધંધો –જમીન દલાલી રહે . ગામ કુંડાળ ૦૪ ઘનશ્યામ નગર સોસાયટી નંદાસન રોડ કીનારા સીનામાની પાછળ તાલુકો કડી જી.મહેસાણા ( ૨ ) મહેન્દ્રસિંહ ઉર્ફે લાલભાઇ સન / ઓફ ધિરૂજીભાઇ લક્ષમણભાઇ રાઠોડ ઉ.વ .૨૫ ધંધો – માલ ઢોર અને ખેતી રહે . વસઇ ડાભલા ચામુંડા નગર સોસાયટી ડાભલા તા . વિજાપુર જી.મહેસાણા ( ૩ ) શૈલેષભાઇ સન / ઓફ રમેશભાઇ વિહાભાઇ રબારી ઉ.વ .૧૯ ધંધો –માલ ઢોરનો રહે.ગામ રાજપુર તા કડી જી . મહેસાણા ( ૪ ) સાહીલ સન / ઓફ પંકજભાઇ બળદેવભાઇ પટેલ ઉ.વ .૩૦ ધંધો – એસી રીપેરીંગ રહે . હાલ કડી વાતસ્લય બંગ્લોઝ કડીકરણ નગર રોડ તા . કડી જી . મહેસાણા મુળ કૃષ્ણનગર કટોસણ તા . જોટાણા જી મહેસાણા ( ૫ ) ચંદાબેન ઉર્ફે સંજુ ઉર્ફે મનીષા વાઇફાઓફ સંજયભાઇ ચંદુભાઇ રાઠોડ ઉ.વ .૩૭ ધંધો.ગાયોનો તબેલો રહે.ગુંદીયાળા તા.વઢવાણ જિ.સુરેન્દ્રનગર હાલ રહે.રાજપુર ગામ ઓડાના મકાનમાં તા.કડી જિ.મહેસાણા
ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ . શ્રી આર.ડી યૌધરી તેમજ બાબરા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર હેરમા તથા પો.કોન્સ.મહાવીરસીંહ બી સીંધવ તથા પો.કોન્સ.રાજેશભાઇ જી રાઠોડ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા તથા બાબરા પો.સ્ટે.ના પો.કોન્સ.રામદેવસઁહ બી.સરવૈયા તથા પો.કોન્સ.પ્રકાશભાઇ આર ગરયા દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments