બાબરા સ્થિત શ્રી તાપડીયા આશ્રમ ખાતે જિલ્લાકક્ષા વન મહોત્સવ યોજાશે

૭૫મો વન મહોત્સવ “ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ” અંતર્ગત તા.૧૩ ઓગસ્ટ, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯.૩૦ વાગ્યે બાબરા સ્થિત શ્રી તાપડીયા આશ્રમ ખાતે જિલ્લાકક્ષા વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ-૨૦૨૪ યોજાશે. સમગ્ર રાજ્યમાં ઘનિષ્ઠ વનીકરણને પ્રાોત્સાહન આપવા અને ગ્રીન કવરમાં વધારો કરવાના ઉદ્દેશથી વન તંત્ર દ્વારા આ કાર્યક્રમનું રાજ્યવ્યાપી આયોજન થાય છે.
બાબરા ખાતેના આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ, રાજકોટ સામાજિક વનીકરણ વર્તુળ, વન સંરક્ષક શ્રી આર. સેન્થીલકુમારન સહિતના મહાનુભાવો જોડાશે.અમરેલી જિલ્લામાં તાઉ તે વાવાઝોડા સમયે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, ત્યારબાદ જિલ્લામાં ગ્રીન કવર વધારવા માટે સતત વૃક્ષારોપણ થઇ રહ્યું છે. સેવાભાવી સંસ્થાઓ, મહાનુભાવો અને જાગૃત્ત નાગરિકો આ અંગેની પ્રવૃત્તિઓમાં જોડાય રહ્યા છે.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય કક્ષાએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે સમગ્ર દેશમાં એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ શરુ છે. ૭૫માં વન મહોત્સવની ઉજવણીમાં સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર અને અમરેલી જિલ્લા વન તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments