અમરેલી

બાબરીયાધારનાં સોમનાથ મંદિરમાં ચોરી કરનાર શખ્‍સની અટકાયત

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાંથી ત્રણેક માસ પહેલા પીતળના ટંકોરા નંગ-10 કિંમત રૂા. 10 હજારના કોઈ તસ્‍કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરીહતી. ત્‍યારે અમરેલી એલ.સી.બી. પોલીસ ગઈકાલે રાત્રે રાજુલા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એક ઈસમ એક કોથળા સાથે શંકાસ્‍પદ હાલતમાં આંટાફેરા કરતો મળી આવતા તેને રાઉન્‍ડઅપ કરી તેની પૂછપરછ કરતા આ આરોપી હારૂનશા જમાલશા કનોજીયા રહે. વીજપડી (તા. સાવરકુંડલા) વાળાએ બાબરીયાધાર ગામે આવેલ સોમનાથ મંદિરમાંથી પીતળના ટંકોરા નંગ-10 કિંમત રૂા. 10 હજારના કાઢી આપતા પોલીસે તેમને મુદામાલ સાથે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી હારૂનશા જમાલશા કનોજીયા અમરેલી જિલ્‍લાનોમિલ્‍કત સંબંધી ગુનાઓ કરનાર લીસ્‍ટેડ હીસ્‍ટ્રીશીટર હોય, તેમની સામે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં 6 જેટલા અલગ અલગ ગુનાઓ પણ નોંધાયેલ છે.

આમ અમરેલી એલસીબી પોલીસ ટીમે ચોરીનો ભેદ ઉકેલી આરોપીને રાજુલા પોલીસને સોંપી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts