બાબરીયા રેન્જના થોરડી નજીક ખોખરા જંગલ માંથી વન વિભાગએ સસલાના શિકાર સાથે ૩ શખ્સોને પકડી પાડ્યા
ગીર પશ્ચિમ બાબરીયા રેન્જ વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગ દમિયાન રાત્રિના બાતમીના આધારે ચરખા ગામના રેવન્યુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી અને જંગલ વિસ્તારમાં વન વિભાગ રેડ કરતા દ્વારા ૩ આરોપીને સસલાના શિકાર કરતા જડપી પાડ્યા હતા અને વન વિભાગને સસલા શિકાર પણ મળી આવ્યો હતો.
ગીર પશ્ચિમના બાબરીયા રેન્જના થોરડી નજીક ખોખરા જંગલ વિસ્તારમાં વન વિભાગને સસલાનો શિકાર થયો હોવાની બાતમી મળતા બાબરીયા રેન્જમાં આર.એફ.ઓની સૂચનાથી ફોરેસ્ટર દીપક સોંદરવા સહિત વન વિભાગ દ્વારા ખોખરા જંગલ વિસ્તારમાં જગ્યાએ સર્ચ ઓપરેશન કરી રેડ કરતા વન વિભાગ દ્વારા જંગલ માંથી સસલાનો શિકાર ૩ તોહમતદાર (૧) નરશી રામ મકવાણા રે.થોરડી (૨) સુરેશ ભીખા પરમાર રે. દ્રોન (૩) મુકેશ અરજણ જોલીયા રે. ગીર ગઢડાને સ્થળ પરથી મળી આવતા ૩ તોહમતદારને પકડી પાડી વધું પૂછપરછ અર્થ બાબરીયા રેન્જ ઓફિસ લઇ આવવામાં આવેલ હતા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમ : ૯ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ વન વિભાગ દ્વારા સસલા વન્યપ્રાણી શિડયુલ – ૪ નું વન્યપ્રાણી હોવાથી માંડવાળ પાત્ર ગુનો હોવાથી જે અનુસંધાને સ્થળ ઉપર જ બને આરોપી પાસેથી ગુન્હા એડવાન્સ રિકવરી પેટે ₹ ૧૦૦,૦૦૦ નો દંડ વસુલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી…
Recent Comments