બાબાપુર સર્વોદય સંસ્થા દ્વારા સામાજિક સેવા સંસ્થાનને બહેતરીન બનાવવા સેવાસેતુ તાલીમ યોજાશે
બગસરા મહાત્મા ગાંધીજી ના આદર્શો નું આચરણ કરતી બાબાપુર સર્વોદય સંસ્થા આયોજિત પ્રશિક્ષણ સેમિનાર ગુજરાત સેવાસેત સામાજિક ક્ષેત્રે કાર્યકરી સમાજ વિકાસમાં યોગદાન નોંધપાત્ર છે સક્ષમ નેતૃત્વ દ્વારા અન્ય સામાજિક સંસ્થાઓને માર્ગદર્શન અને મદદ મળતા રહે ગુજરાતમાં વિવિધ વિસ્તારો માં અનેક નાની મોટી સંસ્થાઓ પોતાની પસંદગીના ક્ષેત્રોમાં સેવા કાર્યો કરી રહી છે.બદલાતા સમયની સાથે સાંપ્રત સમયમાં નાની-મોટી સંસ્થાઓને સંચાલન અને સેવા વિસ્તરણમાં અનેકવિધ સમસ્યાઓ ઉદભવી રહી છે, જેમાં મુખ્યત્વે કાયદાકિય અમલીકરણની બાબતો જેવીકે ચેરિટી ટ્રસ્ટના કાયદાઓ, નાણાકીય સંચાલન, ઇન્કમટેક્સ, FCRA વગેરેનો સમવેશ થાય છે.
વ્યવસ્થા-સંચાલનને લગતી બાબતોમાં વ્યવસ્થા મંડળમાં નવી પેઢીને સામેલ કરવાની સમસ્યા, સક્ષમ અને કાર્યદક્ષ કાર્યકરો મેળવવા, તેમને ટકાવી રાખવા અને તેમના કૌશલ્ય વિકાસ કરવા અંગે સમસ્યા, સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ કરવાની સમસ્યા, પ્રચાર પ્રસાર માટે IEC મટીરીયલ તૈયાર કરવામાં મુશ્કેલી, વિસ્તારની અન્ય સંસ્થાઓ સાથે સંકલનનો અભાવ વગરે નો સામનો કરવો પડે છે. આ ઉપરાંત સંસ્થાને ઔદ્યોગિક સમૂહ અને એકમો પાસેથી દાન, સરકારી યોજના દ્વારા ગ્રાન્ટ મેળવવાની ક્ષમતાની મર્યાદાનો સામનો કરવો પડે છે. વાર્ષિક ઓડિટ રિપોર્ટ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત માટેની ઉદાસીનતા જેવા અનેક પ્રશ્નો-સમસ્યાઓનો સામનો સંસ્થાઓને કરવો પડે છે.
આ અંગેની સમજ અને સમાધાન માટે સંસ્થાઓ એક બીજાની સહયોગી બની માર્ગદર્શન આપે અને સંસ્થાઓ સંગઠિત બને તો સંસ્થાઓની કામગીરી વધુ સક્ષમ બની વિકસી શકે એ ભાવથી “ગુજરાત સેવા સેતુ” ની રચના કરવામાં આવી છે. જેના પ્રાથમિક કાર્ય તરીકે દરેક જીલ્લામાં વિચાર-વિમર્શ અને તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અમરેલી અને જુનાગઢ જીલ્લામાં સંસ્થાના “એકાઉન્ટ અને ઓડીટ” અને “CSR દ્વારા દાન મેળવવાની પ્રવીધિઓ” આ બંને વિષય આધારિત તાલીમ યોજાનાર છે જીલ્લામાં સર્વોદય સરસ્વતી મંદિર, બાબાપુર અને બાળ કેળવણી મંદિર, બગસરાના સહયોગથી તા.૧૨/૧૨/૨૦૨૨ ના રોજ આ કાર્યક્રમ યોજાશે.
આ તાલીમમાં આપની સંસ્થાના કાર્યકરને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવી પધારવા અનુરોધ કરાયો છે. કાર્યક્રમમાં જોડવા માટે વ્યવસ્થાના ભાગ રૂપે સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે નીચે મુજબ સંપર્ક કરવો.(૧) શ્રી મંદાકિની બેન પુરોહિત – બાબાપુર (૯૪૨૭૭૪૭૦૮૪) (૨) શ્રી દેવચંદભાઈ સાવલિયા – બગસરા (૯૪૨૬૯૬૫૨૩૪) “ગુજરાત સેવા સેતુ” અમરેલી જિલ્લા સંકલન સમિતિ વતી, શ્રી મંદાકિની બેન પુરોહિત – બાબાપુર અને શ્રી દેવચંદભાઈ સાવલિયા – બગસરા ડૉ. નેહલ ત્રિવેદી ૯૯૯૮૬૨૨૪૭૭ “ગુજરાત સેવા સેતુ” સંકલન સમિતિ અમરેલી
જુનાગઢ જિલ્લા કક્ષાની તાલીમ રૂપરેખા સહભાગી આયોજક સંસ્થા: ૧.શ્રી સર્વોદય સરસ્વતી મંદિર, બાબાપુર ૨. બાળ કેળવણી મંદિર, બગસરા તારીખ: ૧૨/૧૨/૨૦૨૨ સમય: સવારે ૦૯:૩૦ થી ૪:૪૦ કાર્યસુચિ સમય વિગત વક્તા/જવાબદાર વ્યક્તિ ૦૯:૩૦ થી ૧૦:૦૦ રજીસ્ટ્રેશન, ચા-નાસ્તો યજમાન સંસ્થા કાર્યકર શ્રી પ્રવીણભાઈ ઠક્કર,૧૦:૦૦ થી ૧૦:૪૦ ગુજરાત સેવા સેતુ – ભૂમિકા ડૉ. નાનક ભટ્ટ, શ્રી કુલીનભાઇ CSR દ્વારા ફંડ મેળવવાની પ્રક્રિયા તજજ્ઞ શ્રી CSR દ્વારા ફંડ મેળવવાની પ્રક્રિયા- પ્રશ્નોત્તરી ભોજન વિરામ તજજ્ઞ શ્રી સંસ્થા એકાઉન્ટ અને ઓડીટ તજજ્ઞ, પ્રશ્નોત્તરી તજજ્ઞ.
Recent Comments