બાબા રામ રહીમને કોરોનાની આશંકાને પગલે રોહતક પીઆઇજીમાં દાખલ કરાયો
યૌન શોષણ અને પત્રકારની હત્યા મામલે સુનારિયાં જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા બાબા રામ રહીમને કોરોનાની આશંકાને પગલે ભારે સુરક્ષા વચ્ચે રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો છે. રામ રહીમને પીજીઆઈમાં લાવતા પહેલા સુનારિયાં જેલથી લઈને પીજીઆઈ સુધી ઠેર-ઠેર પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું હતું. હાલ પીજીઆઈના સ્પેશિયલ વોર્ડમાં રામ રહીમની સારવાર ચાલી રહી છે.
જેલના અધિકારીઓએ આ મામલે કશું પણ કહેવાની ના પાડી દીધી છે. જાણવા મળ્યા મુજબ પીજીઆઈમાં રામ રહીમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. તે પહેલેથી જ સુગર અને બીપીનો દર્દી છે અને સતત દવાઓ પણ લઈ રહ્યો છે. જાે કે હજુ રિપોર્ટ નથી આવ્યો. આ કારણે રામ રહીમે ગભરામણની ફરિયાદ કરી એટલે પોલીસ પ્રશાસને તેને પીજીઆઈમાં દાખલ કરવાનો ર્નિણય લઈ લીધો હતો. બુધવારે સાંજ સુધી રામ રહીમના સ્વાસ્થ્યની તપાસ ચાલી હતી અને ડૉક્ટર્સની વિશેષ ટીમને તેની સારવારની જવાબદારી સોંપવામાં આવી છે.
Recent Comments