બોલિવૂડ

બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પત્ની સના ખાનને ખેંચીને લઈ જતા અનસ સૈયદ થયો ટ્રોલ

બોલિવૂડની પૂર્વ એક્ટ્રેસ સના ખાન જલ્દી જ માતા બનવાની છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેણી પહેલીવાર કોઈ ઈવેન્ટમાં જાેવા મળી હતી. તેણી પોતાના પતિ અનસ સૈયદની સાથે બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જાેઈને એક્ટ્‌ર્સના પતિ પર લોકો નારાજ થઈ રહ્યા છે. હકીકતમાં, પ્રેગ્નેન્ટ સના ખાન જ્યારે બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં આવી ત્યારે પતિ અનસ તેનો હાથ પકડીને ખૂબ જ ઝડપથી જઈ રહ્યો હતો. પ્રેગ્નેન્સીમાં એક્ટ્રેસને ચાલવામાં ઘણી તકલીફ પડી રહી છે. હાલ, આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે શરુઆતમાં તો સના ચાલવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ છેલ્લે તેણે હાર માની લીધી છે અને કહ્યુ, “હું નહીં ચાલી શકું. થાકી ગઈ છું.”

આ દરમિયાન સના બ્લેક કલરનાં બુર્કામાં જાેવા મળી હતી. વળી, અનસ વ્હાઈટ કુર્તા-પાયજામાંની સાથે બ્લેક કોટમાં જાેવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રેગ્નેન્ટ સનાનો વીડિયો જેવો સામે આવ્યો છે, લોકોનો તેના પતિ અનસ પર ગુસ્સો ફાટ્યો છે. અનસના આ વર્તનથી લોકો ખૂબ જ નારાજ થઈ રહ્યા છે. હવે સના ખાને આ અંગે પોતાની ચુપ્પી તોડી છે. સના ખાને વિરલ ભાયાણીની પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું છે, “આ વીડિયો પર મારુ ધ્યાન ગયું. હું જાણું છુ કે, મારા પ્રેમાળ ભાઈઓ અને બહેનોને આ અજીબ લાગ્યુ. જ્યારે અમે બહાર આવ્યા તો કાર અને ડ્રાઈવર બંને જ મળતા નહતાં અને ના તો કોન્ટેક્ટ થઈ શકતો હતો.” સનાએ આગળ લખ્યું, “હું ઘણાં સમયછી ઉભી હતી અને મને પરસેવો આવવાનું શરુ થઈ ગયુ હતું. હું અસહજ અનુભવી રહી હતી, તેથી તે જલ્દી મને અંદર લઈ જવા માંગતા હતાં. તેથી, હું બેસી શકું અને પાણી-હવા લઈ શકું. મેં જ તેમને કહ્યુ હતું કે મને જલ્દી લઈ જાય, કારણકે જે લોકો ફોટો ક્લિક કરી રહ્યા હતા તેમને હું પરેશાન કરવા નહતી માંગતી. તેથી આ વિનંતી કરુ છુ કે તમે ગેરસમજ ના રાખશો. તમારા કન્સર્ન માટે આભાર.”

Related Posts