રાષ્ટ્રીય

બાબા સિદ્દીકી મર્ડર કેસ : અનમોલ બિશ્નોઈ પર કડકાઈ, હવે પોલીસ ઓડિયો ક્લિપની તપાસ કરશે

દ્ગઝ્રઁ નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ પર પણ કાર્યવાહી શરૂ કરી છે. અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં જેલમાં બંધ અનમોલ બિશ્નોઈ અને આરોપી વચ્ચે થયેલી વાતચીતની પોલીસ તપાસ કરશે. પોલીસ તેની ઓડિયો ક્લિપનું વિશ્લેષણ કરશે. પોલીસનું કહેવું છે કે તેનો ઉદ્દેશ્ય બાબા સિદ્દીકી હત્યા કેસમાં તેની સંડોવણી સાબિત કરવાનો છે. મંગળવારે વિશેષ મકોકા કોર્ટે પોલીસની અરજી સ્વીકારી હતી. જેમાં ઓડિયો ક્લિપની તપાસ કરવાની પરવાનગી માંગવામાં આવી હતી. આ સાથે કોર્ટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડિરેક્ટોરેટને આ સંદર્ભમાં સૂચનાઓ જારી કરી હતી. કોર્ટે બિશ્નોઈ અને ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલા કથિત શૂટર વિકી ગુપ્તા વચ્ચેના કોલની ઓડિયો ક્લિપ આપવાનો પણ આદેશ આપ્યો હતો. ૧૪ એપ્રિલના રોજ સવારે અભિનેતા સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગની ઘટના બની હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ આ કેસમાં વોન્ટેડ આરોપી છે.

મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એક્ટ (સ્ર્ઝ્રંઝ્રછ) જજ બીડી શેલ્કે સમક્ષ પોલીસ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં અનમોલ બિશ્નોઈની સંડોવણીની તપાસ કરવાની જરૂર છે. આ સંદર્ભે, વાતચીતના ઓડિયોની સોફ્ટ કોપીની જરૂર છે. તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકી (૬૬)ની ૧૨ ઓક્ટોબરે દશેરાની રાત્રે બાંદ્રામાં તેમના ધારાસભ્ય પુત્ર જીશાનની ઓફિસ પાસે હત્યા કરવામાં આવી હતી. તેને ત્રણ બંદૂકધારીઓએ ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ લોકોની ધરપકડ કરી છે. ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું કે અનમોલ “સિગ્નલ” એપ દ્વારા બિશ્નોઈના સંપર્કમાં હતો. પોલીસે કોર્ટમાં દાવો કર્યો હતો કે આરોપી વિકાસ ગુપ્તાએ તેના ભાઈ સોનુકુમાર ગુપ્તાને વાતચીતની ઓડિયો ક્લિપ મોકલી હતી. પોલીસે દરોડા દરમિયાન સોનુકુમારનો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. તેમાં બંને વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપનું રેકોર્ડિંગ હતું અને તે ઓડિયો ક્લિપને તપાસ માટે ડિરેક્ટોરેટ ઑફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (ડ્ઢહ્લજીન્)ને મોકલવામાં આવી છે. ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે મોબાઇલ ફોનમાંથી ડેટા કાઢવામાં આવ્યો હતો અને ડીએફએસએલ લેબોરેટરીમાં તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે બાદ ક્લિપની સોફ્ટ કોપી સુરક્ષિત રાખવામાં આવી હતી. તેણે કોર્ટને પેન ડ્રાઈવમાં થયેલી વાતચીતની સોફ્ટ કોપી આપવા અપીલ કરી હતી.

Related Posts