ગુજરાત

બાયડના કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય જસુ પટેલનો આક્ષેપ – કોંગ્રેસ મને ન ઓળખી સકી

ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચુંટણી માં ચાલુ ધારાસભ્યોને રિપિટ કરવા કે નહીં તે અંગે છેલ્લે સુધી ભારે ખેંચતાણ રહી અને છેક છેલ્લા દિવસે ઉમેદવાર જાહેર કર્યા. ત્યારે એવી જ એક મહત્વની બાયડ વિધાનસભા બેઠક જેના પર ચાલુ ધારાસભ્ય જસુ પટેલની ટિકિટ કાપી મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપ્યા બાદ જસુ પટેલે પોતાનું રોષ ઠાલવ્યો હતો. ૩૨ બાયડ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા બાયડ બેઠકના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને પાર્ટીએ ટિકિટ આપ્યા બાદ ચાલુ ધારાસભ્ય જસુ પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ મને ઓળખ્યો નથી અથવા મારી કોઈ ભૂલ હશે. હું મારા સિદ્ધાંત પ્રમાણે કામ કરૂં છું. મારા માટે જનતાની સેવા એજ મારો સિદ્ધાંત પાર્ટીએ ચોખઠા ગોઠવવા વાળાને ટીકીટ આપી છે એમ જણાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ તેમની આગળની રણનીતિ બાબતે પૂછતાં આગળ જાેઈશું તેમ જણાવ્યું હતું.

Related Posts