ગુજરાત

બારડોલીના ગાંધી રોડ પર એક ઓટો મોબાઈલની દુકાનમાં અચનાક જ આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ 

બારડોલીના ગાંધી રોડ પર આવેલા આશિયાના નગર વિસ્તારની સામે આવેલ એક ઓટો મોબાઈલની દુકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો આ ઘટનાની જાણ થતાની સાથે જ બારડોલી નગર પાલિકાની ફાયરની ટિમ ઘણા સ્થળ પર પંહોચી હતી અને એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ ઘટનાને પગલે કોઈ જાનહાની ન થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર બારડોલીના આશિયાના નગરની સામે આવેલી દ્રષ્ટિ ઓટોમોબાઇલ દુકાનમાં CNG કીટ ફીટીંગ તેમજ ગાડી રિપેરિંગનું કામ કરવામાં આવે છે. સોમવારે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ દુકાનમાંથી ધુમાડો નીકળવા લાગતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોતજોતામાં આગ સમગ્ર દુકાનમાં ફેલાય જતાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. દુકાનના મેનેજર હિમાંશુ ધનસુખ પટેલે બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ઓફિસર પી.બી.ગઢવી સહિતની ટીમ ત્રણ ગાડીઓ જેમાં વોટર બ્રાઉઝર, મિનિ ફાયર ટેન્ડર અને ક્યુઆરટી વાન સાથે સ્થળ પર પહોંચી હતી અને આગ બૂઝવવાનો પ્રયાસ કર્યો હતો.

અંદાજિત 1 કલાકની જહેમત પર આગ પર કાબૂ મેળવાયો હતો. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર આગ શોર્ટ સર્કિટ થતાં ઓઇલના બેરલ પાસે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેમજ કોઈ જાનહાનિ થઈ નથી.    

Follow Me:

Related Posts