બારડોલીનાં તેન ગામે તળાવમાં ગણેશ વિસર્જનને લઈ વિવાદ જાેવા મળ્યો છે. બે દિવસ પહેલા વહીવટી તંત્ર દ્વારા પાલિકા ખાતે મિટિંગનું આયોજન કરી તેન ગામે તળાવમાં ૯ ફૂટથી નીચેની ઊંચાઈ ધરાવતી પ્રતિમાઓનું વિસર્જન કરવા જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ વહીવટી તંત્રના આ ર્નિણય સામે તેનનાં રહીશોમાં વિરોધ જાેવા મળી રહ્યો છે. સવારથી ગામના કુદરતી તળાવમાં વિસર્જન ન કરવા દેવા માટે સહી જુમ્બેશ શરુ કરાઈ છે. સાંજે તળાવની બાજુમાં આવેલ સાઈ બાબાનાં મંદિરના પટાંગણમાં ગ્રામજનોએ મિટિંગ યોજી હતી. ૫૦૦ થી વધુ ગ્રામજનો મિટિંગમાં હાજર રહ્યા હતા. અને એક રાગીતા સાથે ગામના તળાવમાં ગણેશ વિસર્જન ન કરવા દેવા વિરોધ કર્યો હતો. ગ્રામ પંચાયતના સભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના કન્વીનર દેવું ચૌધરીની આગેવાનીમાં ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો છે.
સાંજે યોજાયેલ ગ્રામજનોની મિટિંગમાં બપોરે રેલી કાઢવા માટે જાહેરાત કરાઈ હતી. ગામના તમામ લોકો તેન તળાવ ખાતે ભેગા થઈ રામધૂન ગાતા ગાતા પ્રાંત કચેરીએ પહોંચી આવેદન પત્ર આપશે. સાથે જ આ તળાવમાંથી ૫ હજારથી વધુ ઘરોમા પીવાના પાણીનો ઉપયોગ કરે છે. ત્યારે કેમિકલ યુક્ત કલર વાળી અને પી.ઓ.પીની મૂર્તિ વિસર્જિત કરવાથી તળાવનું પાણી દુષિત થશે તેવી રજુઆત કરવામાં આવશે. અને તળાવમાં ગણેશ વિસર્જન ન કરવા ગ્રામજનો વિરોધ કરશે. એક તરફ સરકાર દ્વારા શ્રીજીની પ્રતિમાઓ માત્ર કુત્રિમ તળાવ તેમજ દરિયામાં જ વિસર્જિત કરવા જાહેરાત કરવામાં આવી છે.
તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા જ તેન ગામે કુદરતી તળાવમાં ગણેશ વિસર્જન કરવાની જાહેરાત કરતા ગ્રામજનોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ગતવર્ષે તેન ગામે તળાવમાં ગણેશ વિસર્જન કરવાનું નક્કી કરી કરી ૧૨૫૫ જેટલી નાની મોટી શ્રીજીની પ્રતિમાઓ વિસર્જિત કરી હતી. તમામ પ્રતિમા વિસર્જન પ્રક્રિયા બાદ બહાર કાઢી અન્ય સ્થળે વિસર્જન કરવા ગ્રામજનોને જણાવવામાં આવ્યું હતું. જાેકે હજુ સુધી તળાવમાંથી એકેય પ્રતિમા બહાર કાઢવામાં આવી નથી.


















Recent Comments