બારડોલી નગરપાલિકામાં ૫૦,૦૦૦થી વધુ મતદારો કરશે મતદાન
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોની સાથે સાથે વહીવટી તંત્રએ પણ નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. આગામી ૨૮મીના રોજ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી અને જીડ્ઢસ્ વી.એન.રબારીની અધ્યક્ષતામાં મંગળવારના રોજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠક અને ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણી આચારસંહિતા અને કોવિડ-૧૯ના નિયમો અંગે માહિતી આપતા ચૂંટણી અધિકારી વી.એન.રબારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન ફરજીયાત કોવિડ-૧૯ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ઉમેદવારીપત્રો ભરવા માટે ઉમેદવારો સાથે માત્ર દરખાસ્ત કરનારા અને ટેકેદાર એમ ૨ જ વ્યક્તિઓ હાજર રહી શકશે.
આ ઉપરાંત ઉમેદવારી નોંધાવનારાને ૨ બાળકો અને તેમના ઘરમાં શૌચાલય હોવું ફરજીયાત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બારડોલી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૫૦,૫૨૦ મતદાર પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. જે પૈકી ૨૫,૭૬૪ પુરુષ, ૨૪,૭૫૪ સ્ત્રી અને ૨ નાન્યતર જાતિના લોકો મતદાન કરશે. આ મતદાન પ્રક્રિયા માટે બારડોલીની બી.એ.બી.એસ. હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બારડોલી નગરપાલિકાના કુલ ૯ વોર્ડમાં ગત ચૂંટણીમાં ૫૫ મતદાન કેન્દ્રો હતા. જે ઘટાડીને આ વખતે ૪૯ કરવામાં આવ્યાં છે.
Recent Comments