બારીયા ગામે મેળામાં ગયેલાં યુવાનને હાર્ટએટેક આવતાં મોતયુવકના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ
રાજ્યમાં સાયલન્ટ કિલરનો ખૌફ યથાવત જાેવા મળી રહ્યો છે. હાર્ટ એટેકના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે દાહોદના દેવગઢ બારિયામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. રૂવાબારી ગામના ૧૯ વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા જીવ ગુમાવ્યો છે. આ યુવક બારીયા ગામે મેળામાં ગયો હતો તે દરમિયાન યુવક એકાએક નીચે ઢળી પડ્યો હતો. તેથી ત્યાં હાજર લોકો યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જાે કે, હોસ્પિટલમાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. અચાનક યુવકના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
Recent Comments