અમરેલી

બાલાપુર પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત તાલીમ કાર્યક્રમ સંપન્ન

પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું

અમરેલી  જિલ્લાના બગસરા તાલુકાના બાલાપુર ગામે પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત જિલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાપુર ગામે યોજવામાં આવેલી આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિના પરિમાણો વિશે વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેકટ અમરેલીના ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર શ્રી દિલીપભાઈ ચાવડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના વિષય નિષ્ણાંત શ્રી નિલેશભાઈ કાછડીયા, શ્રી વિરેન્દ્રભાઈ પરમાર, પ્રાકૃતિક કૃષિના જિલ્લા સંયોજક શ્રી ભીખાભાઇ પટોળીયાએ પ્રાકૃતિક કૃષિ અને તેનું મહત્વ સમજાવ્યુ હતુ, તેમ બગસરા તાલુકાના આત્માના બ્લોક ટેકનોલોજી મેનેજર શ્રી અપૂર્વભાઈ ભડલીયાની એક યાદી જણાવવામાં આવ્યું છે.

Related Posts