રાષ્ટ્રીય

બાળકને મોબાઇલ આપ્યો તો આ રીતે 1.4 લાખનું આર્થિક નુકસાન માતા-પિતાને 22 મહિનાના બાળકે કરાવ્યું

બાળકોને મોબાઈલ વિના ચાલતું નથી કેમ કે બાળકોને આ ટેવ માતા-પિતાએ જ પાડી હોય છે. બાળક રડતું હોય ત્યારે તેના હાથમાં મોબાઈલ થમાવી દીધાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

અમેરિકામાં રહેતું એન.આર.આઇ. મૂળ ભારતીય દંપતિ કે જેમને તેમના બે વર્ષીય પુત્ર અયાંશને મોબાઈલ રમવા માટે આપ્યો હતો પરંતુ આ મોબાઇલ લઇ તેને 1.4 લાખ નું ફર્નિચર ખરીદી લીધું હતું. માન્યામાં ના આવે તેવી વાત છે પરંતુ ફર્નિચર ગાડી સાથે ઘરે પણ પહોંચી ગયું હતું. ફર્નિચર ઘરે પહોંચ્યા બાદ માતા-પિતા પણ અવાક થઈ ગયા હતા કે આખરે આ ફર્નિચર મોકલ્યું છે કોને. જો કે એ વાતની સ્પષ્ટતા મોબાઈલ ફોન જોયા બાદ થઈ હતી કે આ ઓર્ડર અયાંશ દ્વારા રમતા રમતા ભૂલથી કરવામાં આવ્યો છે પરંતુ હા એ વાત સાચી જ સાબિત થઈ કે આ મોબાઈલમાંથી ઓર્ડર તેમના 22 મહિનાના પુત્ર અયાંશ દ્વારા જ કરાયો છે.

આ ફોન તેની માતા મધુર બહેનો હતો જેમને આ પહેલા કેટલાક ગમતા ફર્નિચર સિલેક્ટ કર્યા હતા જે ભૂલથી વોલપેપરમાં જ રહી ગયા હતા. જેમને આ મંગાવવાનો કોઈ પ્લાન નહોતા પરંતુ હશે ત્યાં જઈ તેને સીધો ઓર્ડર કરી દીધો. જો કે સ્ક્રીનસ્વેપ અને ટેપ કરવાનું તે જાણતો હતો જેથી તેને આ ઓર્ડર કરી દીધો હતો જેથી મોટું નુકસાન આર્થિક રીતે વેઠવાનો વારો તેમના માતા-પિતાને બાળકને મોબાઈલ આપવાથી થયો હતો.

Related Posts