fbpx
ગુજરાત

બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષમાન યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવા બાબતે રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ આયુષ્માન યોજનામાંથી રદ

નાના માસૂમ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષમાન યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવા બાબતે રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. સરકારે આ હોસ્પિટલને આયુષમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલ્સના લિસ્ટમાંથી રદ કરી દીધી છે. નિહિત બેબી કેર હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરુએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવી સરકાર પાસેથી ૨ કરોડથી વધુની રકમ અયોગ્ય રીતે હાંસલ કરી હતી. તેણે સ્વસ્થ બાળકોને બિમાર બતાવ્યા હતા. આ માટે તેણે લેબ સાથે પણ સાંઠગાંઠ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં યોગ્ય તપાસ કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો.

રાજકોટના લક્ષ્મીનગરમાં આવેલ નિહિત બેબિકેર હોસ્પિટલનાં કારસ્તાનનો ભાંડાફોડ થયો હતો. ડોક્ટર હિરેન મશરુ દ્વારા ખોટા રિપોર્ટ આયુષ્યમાન પોર્ટલ પર અપલોડ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી. નાના બાળકોનાં નોર્મલ રિપોર્ટ બદલી નાંખવામાં આવતા હતા. બાળકોનાં રિપોર્ટ સેમ્પલ મંગલમ લેબોરેટરીમાં મોકલાતા હતા. મંગલમ લેબોરેટરીમાં રિપોર્ટ સાથે છેડછાડ કરવામાં આવતી હતી. બાળકો સ્વસ્થ હોવા છતાં બિમાર હોવાનાં રિપોર્ટ બનાવી દાખલ રાખવામાં આવતા હતા. બાળકોનાં ખોટા દસ્તાવેજો આયુષ્યમાન પોર્ટલ પર મુકી કરોડોનું કૌભાંડ આચરાયું હતું. હોસ્પિટલનાં તબીબ ર્ડા. હિરેન મશરૂએ ૮ મહિનામાં રૂા. ૨.૩૫ કરોડનું કૌભાંડ આચર્યું હતું. તેમજ ૫૨૩ દર્દીઓના ખોટા રિપોર્ટ બનાવી કરોડોનું કૌભાંડ આચર્યું હતું.

Follow Me:

Related Posts