fbpx
ભાવનગર

બાળકોને ન્યૂમોકોકલ, ન્યૂમોનિયા અને મગજના તાવ જેવા જીવલેણ રોગથી રક્ષિત કરવાં માટે ભાવનગર જિલ્લામાં નવી રસી PCV – ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિનનું લોન્ચિંગ

દેશમાં થતાં બાળ મરણમાં મોટો હિસ્સો ન્યૂમોનિયાનો છે. તે ચેપી હોવાથી તેનાથી બાળકોમાં મૃત્યુનું પ્રમાણ પણ ઉંચુ રહે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કે જ્યાં વાલીઓમાં તેના વિશે જાગૃતતાનું પ્રમાણ ખૂબ ઓછું છે. તદઉપરાંત તેઓ દર્દીને દવાખાને લઇ જવામાં પણ ઘણી વાર ઉદાસીનતા દાખવતાં હોય છે ત્યારે તેની ગંભીરતા વધી જાય છે.

આમ, ન્યૂમોનિયાને કારણે થતાં બાળ મરણને અટકાવવાં માટે નાના બાળકોને આ નવી ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિન આપવી જરૂરી છે. આ રસી આપવાથી બાળકોમાં એક પ્રકારની રોગપ્રતિકારક શક્તિ જન્મે છે અને તેનાથી ન્યૂમોનિયા જેવાં ચેપી રોગ સામે રક્ષણ મેળવવાં માટે તે અસરકારક સાબિત થાય છે.

ન્યૂમોકોકલ ન્યૂમોનિયા એક પ્રકારનો ફેફસાનો ચેપ છે. જેમાં બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલી, થાય છે. છાતી અંદરની તરફ ખેંચાય છે તેમજ બાળકને તાવ આવે છે અને  ઉધરસ થાય છે.

આ રસીને કારણે ગ્રામ્ય સ્તરે બાળકોમાં રેફરલ ઘટાડી શકાશે અને તેનાથી થતાં બાળ મરણમાં પણ નોંધપત્ર ઘટાડો થશે. જો અસરકારક રસીકરણ કરવામાં આવે તો વાતાવરણમાંથી જ ન્યૂમોનિયાના બેક્ટેરિયા સામેના ચેપનું જોખમ ઘટાડી શકાશ છે.

ખાનગી ક્ષેત્ર માટે આ એક ખૂબ જ મોંઘી રસી છે. જેનો ભાવ ઍક રસીના ડોઝના રૂા. ૨ હજાર થી  રૂા. ૨૫૦૦ થાય છે. જેને હવે રાજ્ય સરકાર દ્વારા તમામ બાળકોને મફતમાં આપવામાં આવશે.

આ રોગ થવાનાં થોડા દિવસમાં જ દર્દી બાળક ગંભીર બની જાય છે. જે બાળકમાં સારવારની અસરકારકતા ઓછી હોય જોવાં મળે તેવાં બાળકને આ રસી આપવાથી બાળકને ન્યૂમોનિયાના જોખમથી બચાવી શકાય છે.

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીશ્રી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાંથી PCV (ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિન) નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લામાં પાલિતાણા ખાતે થી જિલ્લા કક્ષાનો  PCV વેક્સિન લોન્ચિંગ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ.કે. તાવિયાડના માર્ગદર્શન હેઠળ અને જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી વિક્રમભાઇ ડાભી અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રી મુકેશભાઈ તેમજ જિલ્લાના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં લોકોપયોગી અને ખૂબ જ મહત્વની તથા અસરકારક એવી આ રસી PCV ને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ માટેની શરૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા  આર. સી. એચ. અધિકારીશ્રી ડૉ. પી.વી. રેવરના જણાવ્યા મુજબ PCV રસીના કુલ 3 ડૉઝ – દોઢ મહિને, સાડા ત્રણ મહિને અને ફરી નવ મહિને આપવામાં આવશે. ૦.૫ મિલીલીટર, જમણી જાંઘના મધ્યમાં આપવામાં આવશે.

બાળકને PCV રસીની સાથે અન્ય રોગ સામે રક્ષણ આપતી અન્ય રસી પણ એક જ સમયે આપી શકાશે અને તે પણ અસરકારક અને સુરક્ષિત છે. આ રસી રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. આ રસી આપવાથી બાળ મરણનો દર ઘણો બધો ઘટાડી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાં માટે અમિતભાઈ રાજ્યગુરૂ અને તાલુકા હેલ્થ ઓફિસરે ભારે જહેમત ઉઠાવી હતી.

રાજ્ય સરકાર દ્વારા મીશન ઇન્દ્રધનુષ, બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, દૂધ સંજીવની યોજના વગેરે બાળકોલક્ષી કાર્યક્રમો દ્વારા બાળકોનું સ્વાસ્થ્ય સુધરે તેમની રોગપ્રતિકારક ક્ષમતા વધે તે માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવે છે. તેમાં PCV – ન્યૂમોકોકલ કોન્જૂગેટેડ વેક્સિન બાળકોને ન્યૂમોનિયા જેવાં ચેપી રોગો સામેના રક્ષણનું અમોઘ શસ્ત્ર સાબિત થશે.

Follow Me:

Related Posts