બાળકોમાં ઝડપથી વધી રહ્યો છે Juvenile Diabetes, આ લક્ષણો દેખાય તો થઇ જાવો એલર્ટ, નહિં તો..
ડાયાબિટીસ એક એવી બીમારી છે જે માત્ર મોટાં લોકોમાં જ નહિં, પરંતુ હવે નાના બાળકોમાં પણ જોવા મળી રહી છે. દિનપ્રતિદિન હવે નાના બાળકો પણ ડાયાબિટીસની ઝપેટમાં જલદી આવી રહ્યા છે. જો કે આજકાલ અનેક નાના બાળકો પણ ડાયાબિટીસને કારણે ઇન્સ્યુલિન લેતા હોય છે. બોલિવૂડ એક્ટ્રેસ મૌસમી ચટર્જીની દીકરી પાયલે પણ જુવેનાઇલ ડાયાબિટીસને કારણે દુનિયાને અલવિદા કહ્યું હતું. તો જાણી લો તમે પણ જુવેનાઇલ ડાયાબિટીસના લક્ષણો વિશે…
આ લક્ષણો બાળકોમાં દેખાય તો તરત થઇ જાવો એલર્ટ
વારંવાર પાણીની તરસ લાગવી
વારંવાર યુરિન જવું
રાત્રે ઊંઘતી વખતે પથારી ભીની કરવી
વધારે પ્રમાણમાં ભૂખ લાગવી
ઝડપથી વજન ઘટી જવું
બાળકોનું વારંવાર મુડ બદલાઇ જવો
ઘુંઘળુ દેખાવું જેવા લક્ષણો દેખાય તો જરા પણ આ વાતને નજરઅંદાજ ના કરો.
જાણો શું હોય છે જુવેનાઇલ ડાયાબિટીસ
ટાઇપ-1 ડાયાબિટીસ જુવેનાઇલ ડાયાબિટીસ કહેવામાં આવે છે, જે 18 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. ઇનસ્યુલિન એક હોર્મોન છે જેની મદદથી સુગર કોશિકાઓમાં જઇને શરીરમાં ઊર્જા આપે છે. પરંતુ શરીરમાં વાયરલ, બેક્ટેરીયલ સંક્રમણ અથવા એન્ટીબોડી બનવાને કારણે ઇનસ્યુલિન બનાવનારી બીટા કોશિકાઓ નષ્ટ થઇ જાય છે. આ કારણે ઇનસ્યુલિન બનવાનું બંધ થઇ જાય છે અથવા તો સુગર લેવલ અનિયમિત થઇ જાય છે.
જાણો કેમ થાય છે જુવેનાઇલ ડાયાબિટીસ
આ એક તરફનો ઓટો ઇમ્યુન રોગ છે. સામાન્ય રીતે પ્રતિરોધ ક્ષમતા બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરવાનું કામ કરે છે, પરંતુ ઓટો ઇમ્યુનની સ્થિતિમાં ઇમ્યુન સિસ્ટમ ઇનસ્યુલિન બનાવનારી કોશિકાઓને જ નષ્ટ કરવા લાગે છે. આમ, તો આ સમસ્યા કોઇ પણ ઉંમરમાં થઇ શકે છે પરંતુ મોટાભાગે 4-7 વર્ષ અથવા તો 10-14 વર્ષની ઉંમરમાં વધારે જોવા મળે છે.
Recent Comments