આજના આ સમયમાં બાળકોને ખાવાના અનેક નંખરા હોય છે. આ ભાવે અને આ ના ભાવે…જો કે આ બધી વાત પેરેન્ટ્સ માટે કંટાળજનક હોય છે કે રોજ ખાવામાં શું બનાવવું…આમ, જો તમે પણ આ મુંઝવણમાં છો તો અમે તમારી માટે લઇને આવ્યા છીએ એક મસ્ત રેસિપી..આ વાનગી તમારા બાળકો હોંશે-હોંશે ખાશે અને જરા પણ ભૂખ્યા રહેશે નહિં. તો જાણી લો ઘરે હેલ્ધી ચીઝ પરાઠા કેવી રીતે બનાવશો..
સામગ્રી
1 કપ ઘઉંનો લોટ
લાલ મરચું
ઘી
સ્વાદાનુંસાર મીઠુ
ઝીણી સમારેલી કોથમીર
ચીઝ
બનાવવાની રીત
- ચીઝ પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ લોટ બાંધવાની તૈયારી કરો. લોટ બાંધવા માટે ઘઉંનો લોટ લો.
- ત્યારબાદ આ ઘઉંના લોટમાં મીઠું મિક્સ કરો.
- હવે પરોઠા જેવો લોટ બાંધો.
- આ લોઠને મસળો વધારે જેથી કરીને પરોઠા સોફ્ટ બને.
- હવે આ લોટને 20 મિનિટ માટે કપડાંથી ઢાંકીને એકબાજુમાં મુકી દો.
- લોટ બંધાઇ જાય પછી સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં ચીઝ લઇ લો અને પછી લીલા મરચાને ઝીણાં સમારી લો.
- ત્યારબાદ લસણ ક્રશ કરી લો.
- હવે ઝીણી સમારેલી કોથમીરને એક બાઉલમાં લઇ લો.
- આમ, ઉપર જણાવ્યા મુજબ બધી જ સામગ્રી એક બાઉલમાં લઇને સરખી રીતે મિક્સ કરી લો.
- હવે લોટ લો અને એમાંથી ગુલ્લા વાળીને એક નાનો બોલ રોલ આઉટ કરો.
- ત્યારબાદ એમાં ચીઝનું મિશ્રણ ઉમેરીને બરાબર ફોલ્ડ કરી લો.
- ફોલ્ડ કર્યા બાદ આંગળીઓની મદદથી કિનારીઓને સીલ કરો અને પછી પરોઠા વણો.
- તવી ગરમ થઇ જાય એટલે પરોઠાને ધીમી આંચ પર થવા દો અન પછી બ સાઇડ ઘીથી શેકી લો.
તો તૈયાર છે ચીઝ પરોઠા.
Recent Comments