ઇન્ડિયન કાઉન્સીલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર, નવી દિલ્હી દ્વારા દર વર્ષે જે બાળકની ઉંમર ૬ થી ૧૮ વર્ષ સુધીની હોય તેવાં બાળકો દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ઠ અને હિંમતભરી સારી કામગીરી બદલ અલગ-અલગ પ્રકારના બ્રેવરી એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ તા. ૦૧-૦૭-૨૦૨૧ થી તા. ૩૦-૦૯-૨૦૨૨ દરમિયાન બાળકે કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને આધારે આપવામાં આવે છે. આ માટેની અરજીઓ તા. ૧૫-૧૦-૨૦૨૨ સુધીમાં ઇન્ડિયન કાઉન્સીલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર, નવી દિલ્હીને મોકલી આપવાની રહેશે તેમ પોલીસ મહાનિદેશક, (મહિલા સેલ), સી.આઇ.ડી.ક્રાઇમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
બાળકો દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અલગ-અલગ પ્રકારના બ્રેવરી એવોર્ડ માટે અરજીઓ મંગાવાઇ

Recent Comments