બાળકો માટે કોરોના વેક્સિન ભારત બાયોટેકને મળી ૨થી ૧૮ વય જૂથના લોકો પર કોવેક્સીનના ટ્રાયલની મંજૂરી
દિલ્હી એઈમ્સ, પટના એઈમ્સ, નાગપુરની મિમ્સ હોસ્પિટલમાં યોજાનારી આ ક્લીનિકલ ટ્રાયલમાં ૫૨૫ લોકોને સામેલ કરાશે
ભારત અત્યારે કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ સાથે જ વેક્સિનેશનનું કામ પણ ઝડપી કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે જાે કોરોનાની ત્રીજી લહેર આવે છે તો તેમાં બાળકો પર ઘણો જ પ્રભાવ પડી શકે છે. આ ક્રમમાં હવે એક મોટું પગલું ઊઠાવવામાં આવ્યું છે. આ ક્લિનિકલ ટ્રાયલ ૫૨૫ લોકો પર કરવામાં આવશે. આ દિલ્હી એમ્સ, પટના એમ્સ, નાગપુરના એમ્સની હૉસ્પિટલોમાં થશે.
કમિટીની ભલામણો પ્રમાણે, ભારત બાયોટેકે ફેઝ-૩નો ટ્રાયલ શરૂ કરવાથી કોરોના વેક્સિનથી જાેડાયેલી એક્સપર્ટ કમિટી (જીઈઝ્ર)એ મંગળવારના ભારત બાયોટેકની કોવેક્સિનનો ૨થી ૧૮ વર્ષના બાળકો પર ટ્રાયલ કરવાની ભલામણ કરી છે, જેની મંજૂરી મળી ગઈ છે.પહેલા ફેઝ-૨નો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવાનો રહેશે. જીઈઝ્રએ ભલામણ કરી હતી કે ભારત બાયોટેકની કોવેક્સિનનો ફેઝ-૨, ફેઝ-૩ના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવી જાેઇએ, જે ૨થી ૧૮ વર્ષના બાળકો પર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યારે જે ૨ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે ૧૮ વર્ષથી વધારે ઉંમરના લોકોને જ રસી આપવામાં આવી રહી છે.
ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન લોકોને લગાવવામાં આવી રહી છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી હતી. ભારત સરકારના જ ચીફ વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું હતુ કે, ત્રીજી લહેરનું આવવું નિશ્ચિત છે અને આમાં બાળકો પર અસર થઈ શકે છે. નિષ્ણાતોની સલાહ બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ત્રીજી લહેરને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કૉર્ટે પ્રશ્ન કર્યો હતો કે જાે ત્રીજી લહેર આવે છે તો બાળકોનું શું થશે? તેમના પરિવારોનું શું થશે? કઈ રીતે સારવાર થશે? આ ચીજાે પર અત્યારે વિચાર કરવાની જરૂરિયાત છે. ત્રીજી લહેરની ચેતવણી બાદ અનેક રાજ્યોએ પોતાના ત્યાં અત્યારથી જ બાળકો માટે અલગ હૉસ્પિટલો બનાવવા, સ્પેશિયલ કોવિડ કેર સેન્ટર્સ બનાવવા પર કામ શરૂ કરી દીધું છે.
Recent Comments