fbpx
અમરેલી

બાળકોસગર્ભા માતાઓવૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જરૂરી

ગરમીમાં વરિયાળીકાચીકેરીગુલાબ અને કાળી દ્રાક્ષનું શરબત ગુણકારી

હિટવેવની સંભાવના વચ્ચે તંત્ર દ્વારા માર્ગદર્શક સુચનો જાહેર

આગામી દિવસોમા રાજ્યમા હીટવેવની સંભાવનાના અનુસંધાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલી દ્વારા જિલ્લાના પ્રજાજનો માટે સાવચેતીના પગલા લેવા માટે કેટલાક માર્ગદર્શક સુચનો જાહેર કર્યા છે. લૂ લાગવાના (સનસ્ટ્રોક)ના લક્ષણોની વાત કરીએ તો તેમાં માથું દુખવું, પગની પિંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછુ થઈ જવું, ઉલ્ટી થવી, ઊબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કીસામાં ખેંચ આવે છે.

લૂ થી બચવા માટે પૂરતી કાળજી રાખવી જરૂરી છે. સીધા સૂર્યપ્રકાશથી બચવું. વાંરવાર પાણી પીવું અને શકય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું જોઈએ. લૂ લાગવાની સ્થિતિમાં લીંબુ સરબત, મોળી છાશ, તાળફળી, અને નારીયલનું પાણી તથા ખાંડ મીઠાનું દ્રાવણ, તથા ઑ.આર.એસ.પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું. દિવસ દરમ્યાન ઠંડક અને છાયામાં રહેવું તેમજ ગરમીમાં સફેદ સુતરાવ ખૂલતાં અને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીમાં માથું ઢકાય તેમ ઉપયોગ કરવો. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જોઈએ. ગરમીમાં બજારમાં મળતી ખુલ્લો વાસી ખોરાક નહીં, બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો. આર્યુવેદની દ્રષ્ટિએ ગરમીની ઋતુમાં વરિયાળી, કાચીકેરી, ગુલાબ અને કાળી દ્રાક્ષનું શરબત ગુણકારી હોય છે.

લૂ લાગવાના કિસ્સાઓમાં જ તાત્કાલિક તબીબી સારવાર લેવામાં ન આવે તો “હિટ સ્ટ્રોક” જેવી ગંભીર સમસ્યા બની શકે છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ખેત મજૂરો, બાંધકામ સાથે સંકળાયેલા મજૂરો ખાસ બપોરના સમયમાં હિટવેવથી બચવાના સઘન પ્રયત્નો કરવા. આવી પરિસ્થિતિમાં ગભરાટ નહીં પણ સમજદારી અને સાચવેતી એ જ સહેલો ઉપાય છે.

Follow Me:

Related Posts