બાળક જ્યારે શાળાએ જવાની ઉંમર નું થાય ત્યારે માતા પોતાનો વિશ્વાસ શાળાના શિક્ષકો ઉપર મૂકતી હોય છે
બાળકોને સદવિચાર અને નૈતિકતાપૂર્ણ શિક્ષણ આપવા ઉપરાંત વાલીઓને લગતી પણ કેટલીક વાત કરતા કહ્યું કે, બાળક જ્યારે શાળાએ જવાની ઉંમર નું થાય ત્યારે માતા પોતાનો વિશ્વાસ શાળાના શિક્ષકો ઉપર મૂકતી હોય છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદની આર પી વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.જેમાં આ વાત કહી હતી.
જે ખરેખર પ્રશંસનીય છે. રાજ્યપાલએ આ પ્રસંગે અધ્યાપક અને અધ્યાપિકાઓને સંબોધતા જણાવ્યું હતું કે જેમ માતા પોતાના બાળકનું પાલન પોષણ કરે છે, સ્નેહ આપે છે, પોતાનાથી વધુ કોઈને પણ તેના બાળકની જવાબદારી વધુ સારી રીતે સંભાળી શકે તેમ માનતી નથી, પરંતુ તેમ છતાં બાળક જ્યારે શાળાએ જવાની ઉંમર નું થાય ત્યારે માતા પોતાનો વિશ્વાસ શાળાના શિક્ષકો ઉપર મૂકતી હોય છે આથી જ શિક્ષકો અને શાળાના સંચાલકોની બાળક પ્રત્યે વિશેષ જવાબદારી બને છે.
રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે બાળકના વિકાસ માટે સૌથી અગત્યનો ભાગ તેની આસપાસનું વાતાવરણ હોય છે જેથી શાળાઓ એક પરિવારનું રૂપ ધારણ કરે તો ખૂબ જ સરળતાથી આવનારી પેઢીનો વિકાસ શક્ય બનશે. રાજ્યપાલએ આ તકે બાળકોને સદવિચાર અને નૈતિકતાપૂર્ણ શિક્ષણ આપવા શાળા સંસ્થાઓને આહવાન પણ કર્યું હતું અને આર.પી.વસાની ઇન્ટરનેશનલ સ્કૂલનું નવું ભવન વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પ્રેરણાદાયી નીવડે તેમ પણ જણાવ્યું હતું.
Recent Comments