“બાળકોના ચહેરા ઉપર હાસ્યનો ક્યુ આર કોડ જનરેટ કરવો છે” તેવા જીવનમંત્ર સાથે કામ કરતાં મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી સરકારી શાળાના ઈનોવેટીવ શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ એ શિક્ષણ પદ્ધતિમાં નવી પહેલ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કોરોના મહામારી ના આ સમયગાળાને ‘આફતને અવસરમાં’ ફેરવી ‘વર્ક ફ્રોમ હોમ’ ના સમયે 2000 જેટલાં શૈક્ષણિક રમકડાં બનાવ્યા છે. હાલ નાના બાળકો શાળાએ આવી શકતા નથી. તેથી ‘શેરી શિક્ષણ’ અંતર્ગત નાના બાળકોને દરરોજ નવા નવા શૈક્ષણિક રમકડાં સાથે લઈ જઈ સરવાળા, બાદબાકી, અંક વાંચન, શબ્દ વાંચન જેવા પાયાના ખ્યાલો શીખવી રહ્યાં છે. શબ્દ ચક્ર, અંક ચક્ર, સરવાળા ચક્ર, બાદબાકી ચક્ર જેવા ઉત્તમોત્તમ શૈક્ષણિક રમકડાં બનાવી નાના બાળકોની અભ્યાસ સામગ્રીને સરળ અને સહજ બનાવી છે. તેમના આ ઇનોવેશન કાર્યની નોંધ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ લેવામાં આવી છે.
બાળમાનસ આધારિત શૈક્ષણિક રમકડાંઓ જાતે બનાવી ઘરે ઘરે જઈ શિક્ષણ આપતા મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના શિક્ષક દંપતી

Recent Comments