અમરેલી

બાળ અધિકાર દિન જુવેનાઈલ જસ્ટીસ એક્ટ કડક કાયદા કરતા ઉચ્ચ અંતરશુદ્ધિ વાળા તત્ર ની જરૂર

આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિન સસ્તા ગરજવાન સહનશીલ બાળ મજુરોથી ઉભરાતા શ્રમબજારો સમાજ માટે કલંક કહેવાય બલિના બકરાને બલિ પૂર્વે શણગારી અંતે હલાલ કરાય તેવી હાલતમાં પીસાતા બાળકો જોરશોરથી ઉજવાતા બાળ દિન આપણા નેતાઓ માત્ર બાળ દિવસ ની દિવસો અને તેના હકક અધિકારો ની માત્ર ઉજવણી તરીકે જ ઉજવે સન્માનની જીવન અસ્તિત્વ નો અધિકાર સ્વાસ્થ્ય સુવિધા ઉપચાર અધિકાર શિક્ષા અધિકાર ખેલકુદ આરામ નો અધિકાર અભીવ્યક્તિ ના અધિકારો આર્થિક યૌન શોષણ થી સંરક્ષણ અધિકાર  કોઈપણ સુચોજીત આયોજનો થયાનું જાણમાં નથી ઉલ્ટા ના દિલ દ્રવી જાય તેવા બાળ મજૂરો ના દ્રશ્યો જોવા મળે છે કડક કાયદા કરતા ઉચ્ચ અંતર શુદ્ધિ વાળા તંત્ર ની જરૂર આ કાયદાની સુચિમાં આપેલા વ્યવસાયો અને પ્રક્રિયામાં બાળમજુરી ઉપર સંપુર્ણ પ્રતિબંધ છે આવા જોખમી ઉદ્યોગોમાં બાળમજુરોને કામ કરાવવું એ ગુન્હો બને છે કામે રાખનાર સજાને પાત્ર છે  બાળમજુર પાસે સાંજના ૭ થી સવારના ૮ સુધી કામ કરાવી શકાતુ નથી  દર ત્રણ કલાકના અંતે એક કલાકનો વિશમ ફરજીયાત છે જુવેનાઈલ જસ્ટીસ એકટ આ કાયદો રખડતા ભટકતા નિરાધાર અને મા- બાપ વિનાના બાળકોને રક્ષણ છત્ર પુરૂ પાડવાના અને તેમને પુનઃ સ્થાપિત કરવા અંગેનો કાયદો ઉપરાંત આરોગ્ય બાબતે પણ સભાનતા ઉપરાંત બીડી અને સિગારેટ કામદારોનો આ કાયદો અને વેતન ચુકવણી ધારો ઔદ્યોગિક ધારો વિગેરેમાં કાનુની જોગવાઈ હેઠળ પણ બાળમજુરોને રક્ષણ પુરૂ પાડવા વિશેષ અધિકારો છે  પણ પોતાના અધિકારો અજ્ઞાન અને અજાણ એવા બાળમજુરોનું જે શોષણ થાય છે તે બાબતે આપણી સરકાર અને આપણે તેમના અધિકારો તેમને સુપ્રત કરવા કટીબધ્ધ બનીએ તો જ ભવિષ્ય દીપી ઉઠશે . આવનારી ભવિષ્યની પેઢીને દેવાના ડુંગરો નીચે દબાયને રહેવુ ફરજીયાત બનશે કારણ કે આપણી દરેક સરકારે વિકાસના કામે જે કામગીરી કાગળ ઉપર કે વાસ્તવિક રૂપે કરેલ હશે તે બાબતે આપણે એક ગુલામ જેવી સ્થિતિમાં જ હશુ  પછી દેશમાં ચારેકોર વિશાદ છવાઈ જશે લાંચ રૂશ્વત , ભ્રષ્ટાચાર  અને કૌભાંડો માઝા મુકો  આપણા પદાધિકારીઓ અને તંત્ર દ્વારા બાળદિન ઉજવવા પરત્વે લાંબા લચક ભાષણો અને ભ્રામક પ્રચાર છતાં શ્રમબજારમાં સસ્તા સહનશીલ અને ગરજવાન બાળમજૂરો સહેલાઈથી ઉપલબ્ધ બને તે સમસ્ત માનવ સમાજ માટે કલંક કહેવાય ભારત જેવા વિશાળ દેશમાં લોકશાહી શાસન પધ્ધતિમાં લોકોના અધિકાર અને માનવીય ગરીમાના હકકો માટે અસંખ્ય કાયદાઓ છે તે પૈકીના એક બાળમજુરની બાબતમાં જોઈએ તો વિશ્વમાં અંદાજે ૨૦ કરોડથી વધારે બાળમજુરો છે  ભારતમાં સાડા ચાર થી પાંચ કરોડ બાળ મજુરો હોવાનો આંતરરાષ્ટ્રીય મજુર સંસ્થાનો સર્વે છે  જયારે સરકારી આંકડો માત્ર ૧.૭૫ કરોડ બાળ મજુરો બતાવે છે ! ભારતમાં કાચની બંગડી , ગાલીચા , ફટાકડા અને ખાણ સહિતના ઉદ્યોગોમાં મોટાપાયે બાળકો કામ કરે છે . ઉપરાંત કૌટુંબિક વ્યવસાયો પશુપાલન ખેતી અને પરંપરાગત કારીગરી ક્ષેત્રે ચાર કરોડ બાળમજુરો ઘણા મોટા પ્રમાણમાં છે . દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગ પાવરલુમ  જરીભરતમાં  ઉતર ગુજરાતમાં તેમજ મધ્ય ગુજરાતમાં અગરબતી  બાંધકામ  રસ્તા બનાવવા  ઈંટ ઉદ્યોગ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ખોદકામ  ઘડિયાળ બ્રાસ વર્કસ તૈયાર કપડા અને દોરડા ઉદ્યોગમાં મુખયત્વ  બાળ મજુરો છે  ઉપરાંત શેરડી કાપવા મીઠાના અગરો ખેતમજુરી વિગેરેમાં બાળમજુરો પાસે લાંબો સમય કામ લેવા અનેક નુસખા કરાતા હોવાના અસંખ્ય દાખલાઓ છે  તેમાં પણ હોટલ  રેસ્ટોરન્ટમાં તો હદ થઈ જાય છે  આ તમામ ધંધામાં બાળમજુરોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે શ્રમ બજારમાં બાળમજુરોની માંગ પણ વિશેષ છે  શ્રમ બજારમાં બાળ મજુરની વિશેષ માંગનું મુખ્ય કારણ કે બાળ મજુરમાં સદલક્ષણો હોય છે .તેમાં બાળ મજુર મુંગા હોય છે  કારણ કે તેને પુરતી સમજ નથી હોતી અથવા ભયગ્રસ્ત હોય છે  અને તેનું કોઈ સંગદન કે યુનિયન નથી હોતા અને ગરજવાન હોય છે  કારણ કે સ્વરોજગારી માટે ગરજવાન હોવાનું તેના માટે જરૂરી હોય છે જીવન ટકાવી રાખવા આવી બાબતો પચાવી રાખતા બાળ મજુરોની આ કારણે જ શ્રમ બજારમાં વિશેષ માંગ છે વિશ્વના દરેક રાષ્ટ્રોમાં બાળ પુષ્પાને વિકાસની તક માટે યોગ્ય પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ થવુ જોઇએ  ૬ થી ૧૪ વર્ષની ઉમર દરમ્યાન લાંબો સમય આવુ જ ચાલશે તો બાળપણને અકાળ પ્રૌઢત્વ આવશે સૌથી ઓછુ વેતન હોવાથી પોપણ પણ નહી મેળ વી શકતા આવા ફુલોના નામે અનેક યોજનાઓ છે માત્ર કાગળ ઉપર બાળમજુરી નિવારણ માટે કાયદા છે પણ ચીગમ માફક મમળાવા નું  કેટલુક સાર્થક થશે  જાહેર જીવન ની પડતી નૈતિક  મૂલ્યો મૂલ્યો ધોવાણ  અને તેના ઓનું વામણાપણુ આને લીધે દેશનો દરેક નાગરિક કોઈને કોઈ જટીલ સમસ્યાથી પીડીત હશે અને ફરી મેરા ભારત મહાન તે જાણીને નવાઈ લાગશે . બિલના બકરાને પણ બિલ પુર્વે શણગારી વાજતે ગાજતે અભિવાદન સ્વાગત કરી પછી અંતે તેમને હલાલ કરી હજમ કરવાનો હોય છે તેમ દેશના બાળકો માટે અનેકો કાયદા અને જોગવાઈઓ હોવા છતાં શ્રમબજારમાં ટોપ ટુ બોટમ બાળમજુરી દેશના સંવિધાન માટે સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે કુપોષણ બાબતે પ્રચાર  પ્રચાર કરતા માધ્યમો પોષણ કરતા બાળ મજુરીના શોષણમાંથી મુકત કરાવવાની ઝુંબેશ ઉપાડે તો બાળકોને તેમના હક્ક અધિકાર અપાવી પુનઃ આઝાદી અપાવ્યાના અહેસાસ આનંદ થશે 

Related Posts