અમરેલી

બાળ કેળવણી મંદિર બગસરા માં સિનિયર સીટીઝન ફોરમ ની રચના માટે સેમીનાર યોજાય ગયો

બગસરા બાળ કેળવણી મંદિર બગસરા માં સિનિયર સીટીઝન ફોરમ ની રચના માટે સેમીનાર યોજાય ગયો. બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા સામાજિક,રચનાત્મક અને કેળવણી વિષયક વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે.વર્તમાન સમયમાં વૃદ્ધજનો ના વિવિધ પ્રશ્નો વધતા જાય છે તેવા સમયે વૃધ્ધજન સ્વમાન પૂર્વક, સ્વસ્થતા પૂર્વક અને આનંદ પૂર્વક જીવન જીવી શકે તેવું વાતાવરણ  ઊભું કરવાના ખ્યાલ સાથે એક સંગઠન કે ફોરમ ની જરૂરિયાત જણાય રહે છે.

તેથી બગસરા શહેર ના સંવેદનશીલ અને વિચાર શીલ લોકોની જેમકે એક સેમીનાર તારીખ 28/1/2023ને શનિવાર ના રોજ બાળ કેળવણી મંદિર પરિષદ માં પહોંચી ગયા જેમાં 70 થી વધારે સિનિયર સીટીઝન નાગરિકો હાજરી આપી એક ફોરમ ની રચના કરવાનો સંકલ્પ કરેલ છે આગામી આ ફોરમ દર મહિને મળશે અને અલગ અલગ વિષય ઉપર સંવાદ કરી ,જીવન જીવવા નો આનંદ મળશે તેમ ફોરમ સંયોજક શ્રી નિરુપમા બેન વૈષ્ણવની એક અખબાર યાદીમાં જણાવેલ છે.

Related Posts