અમરેલી

બાળ કેળવણી મંદીર સંચાલિત, શિશુકુજ વિદ્યામંદિર પ્રાથમિક શાળા અને બાળ મંદિર ના બાળકો નો શાળા પ્રવેશોત્સવ 

બગસરા બાળ કેળવણી મંદીર બગસરા સંચાલિત, શિશુકુજ વિદ્યામંદિર પ્રાથમિક શાળા અને  બાળ મંદિર ના બાળકો નો શાળા પ્રવેશોત્સવ તારીખ ૨૫ જુન ર૦૨૪  ના રોજ વિશીષ્ટ મહાનુભાવો ની ઉપસ્થિત માં યોજાય  ગયો. બાળ મંદિર માં  ૩૨. બાળકો અને પ્રાથમિક શાળામા ૨૨ બાળકો એ પ્રવેશ મેળવેલ છે. સંસ્થા ના પ્રાકૃતિક વાતાવરણ માં શિક્ષક સાથે જીવન ઘડતર ના પાઠ જ્યાં બાળકો ને ભણાવવામાં આવે છે, તેવી ૯૩ વર્ષ જૂની અને જાણીતી સંસ્થા માં  બાળકો ને પ્રવેશ મેળવવા  બદલ વાલીઓ ના ચહેરા ઉપર અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં બગસરા તાલુકા શિક્ષણ વિભાગ ના પ્રફુલભાઈ સાવલિયા, જગદિશ ભાઈ  વેકરીયા અને રમેશભાઈ માલવિયા એ સૌને  સરસ માહિતી આપેલ. તેમજ જનતા કન્યા વિદ્યાલય બગસરા ના આચાર્ય શ્રી શોભનાબેન શેખ તથા પૂર્વ આચાર્ય શ્રી નિરૂપમા બેન વૈષ્ણવ તથા નીગમ બેન બૂચે સૌને જરૂરી માર્ગદર્શન આપી, આયોજકો ને બીરદાવ્યા હતા, તેમ બાળ કેળવણી મંદીર સંસ્થા ના શિક્ષણ વિભાગ ના નિયામક શ્રી ભારતીબેન ધાંધીયા ની એક અખબારી યાદીમાં જણાવાયું છે દેવચંદ સાવલિયા બાળ કેળવણી મંદીર બગસરા પરીવાર.

Follow Me:

Related Posts