fbpx
ગુજરાત

બાવળાના ગાંગડમાં પ્રેમી-પંખીડાએ ગળેફાંસો ખાધો

યુવતીનાં લગ્ન અન્ય યુવાન સાથે થવાના હોવાથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બાવળા તાલુકાનાં ગાંગડ ગામની સીમમાં ઝાડની ડાળીએ લટકીને પ્રેમી-પંખીડાએ ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સીમમાં પશુ ચરાવવા માટે ભરવાડ ગયો હતો અને તેણે ઝાડ નીચે લટકતી બંનેની લાશોને જાેતાં જ તેણે બગોદરા પોલીસને જાણ કરતાં બગોદરા પોલીસ તરત જં ઘટના સ્થળે પહોંચી જઇને બંને લાશોને નીચે ઉતારી બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.માટે મોકલી આપીને તપાસ હાથ ધરી હતી.

જેમાં જાણવા મળ્યું હતું કે મરણ જનાર યુવક સંજયભાઈ સાગરભાઇ પગી ( ઉ.વ.૨૧, રહેવાસી, ગાંગડ ગામ ) અને યુવતી શીતલબેન રમેશભાઈ પગી ( ઉ.વ.૨૧,૨હેવાસી, મોરવાડ, તા.ચુડા ) નું હોવાનું જાણવા મળ્યું હતું. આ કપલ બંને આઠ દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતાં.અને યુવતીનાં સગાએ ચુડા પોલીસમાં ગુમ થયાની જાણવા-જાેગ ફરિયાદ પણ નોંધાવી હતી.તેમજ યુવતીનાં થોડા દિવસમાં જ અન્ય યુવક સાથે લગ્ન થવાનાં હતાં.યુવતીને જેની સાથે લગ્ન થવાનું હતાં તે મુરતીયો ગમતો નહીં હોવાથી તેમજ લગ્ન કરવા રાજી નહીં હોવાથી તેનાં પ્રેમી સંજય પગી સાથે ભાગી ગઈ હતી.

બંનેને લાગ્યું હશે કે આપણને સાથે રહેવા નહીં દે.સાથે જીવવા – મરવાનાં કોલ આપ્યા હોવાથી સાથે ગળો ફાસો ખાઈ મોતને વાહલું કર્યું હતું. ગાંગડનો યુવક પરણીત હોવાનું જાણવા મળ્યું છે.જેથી પોલીસે બંનેનાં સગાઓને જાણ કરીને બોલાવી બંનેની લાશોનું પી.એમ.કરાવીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આત્મહત્યા કરનાર મૃતક સંજયભાઈ સાગરભાઈ સોલંકી (ઉ.વર્ષ.૨૦)અને શીતલબેન રમેશભાઈ પગી (ઉ. વર્ષ.૨૧)એવું જાણવા મળ્યું હતું. જાેકે, પોલીસે આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પરિવારજનો સહિતના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરી છે.

બાવળા તાલુકાનાં ગાંગડ ગામની સીમમાં ઝાડની ડાળીએ લટકીને પ્રેમી-પંખીડા જે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.પશુચારવા ગયેલા ભરવાડે ઝાડ ઉપર લાશો લટકતી જાેઈને બગોદરા પોલીસને જાણ કરતાં પોલીસે લાશોને નીચે ઉતરાવી પી.એમ.માટે મોકલી આપીને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts