ગુજરાત

બાવળાના ભામસરામાંથી ૫ જુગારીઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લુંટ, હત્યા, દારૂ, જુગાર જેવી બંદીઓ વધી રહી છે એટલે ક્રાઈમ રેટ ખૂબ ઝડપી વધી રહ્યો છે ત્યારે બાવળા તાલુકાનાં ભામસરા ગામની સીમમાં ભામસરા – કાણોતર રોડ ઉપર આવેલા ગોપાલ ફાર્મ મોટા પાયે જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે તેવી બાતમી એલ.સી.બી.ની ટીમને મળતાં એલ.સી.બી.ની ટીમે સ્થાનિક બગોદરા પોલીસને અંધારામાં રાખીને બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને રૂમમાં જુગાર રમતાં ૫ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. એલ.સી.બી પીઆઈ ડી.બી.વાળા, પીએસઆઈ .જે.યુ.કલોત્રા અને એલ.સી.બી ટીમે બાતમીદારો કાર્યરત કર્યા હતાં. ત્યારે કોન્સ્ટેબલ અજયભાઇ બોળીયાને બાતમી મળી હતી કે બાવળા તાલુકાનાં ભામસરામાં રહેતાં વશરામ ગફુરભાઇ ભરવાડ ભામસરાની સીમ ભામસરા – કાણોતર રોડ ઉપર આવેલા ગોપાલ ફાર્મમાં તીનપત્તીનો જુગારનો મોટાપાયે અડ્ડો ચલાવે છે.

બાતમીનાં આધારે એલસીબી.પી.આઇ. ડી.બી.વાળા , પી.એસ.આઈ. જે.યુ.કલોત્રા , એ.એસ.આઇ. ધરમશીભાઇ રબારી , કોન્સ્ટેબલ અજયસિંહ ચુડાસમા , અજયભાઇ બોળીયા , કુલદિપસિંહ ચૌહાણ, નરેન્દ્રસિંહ ચાવડા ,વિપુલકુમાર પટેલ, અજીતસિંહ પઢેરીયા , પૃથ્વીરાજસિહે બાતમી મુજબની જગ્યાએ દરોડા પાડતાં ફાર્મ હાઉસની રૂમમાં જુગાર રમતાં ૫ જુગારીઓનેં ઝડપી લીધા હતાં. તેમની પાસેથી ૫,૧૭,૫૭૦ રૂપીયા રોકડા તેમજ ૩૦,૦૦૦ રૂપીયાનાં ૬ મોબાઇલ મળી કુલ ૫,૪૭,૫૭૦ રૂપીયાનો મુદામાલ મળી આવતાં તે કબ્જે કરીને પકડાયેલા જુગારીઓને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા જુગારીઓમાં ઘનશ્યામ જેરામ ચૌહાણ, શરદ સોમા પટેલ , ફલજી કોદા મકવાણા, હરગોવિંદ ભીખાપટેલ, વશરામ ગફુર ભરવાડનો સમાવેશ થાય છે.

Related Posts