બાવળામાંથી એલસીબીની ટીમે બાતમીનાં આધારે ચોરીનાં બાઇક અને એક્ટિવા સાથે ૧ને ઝડપ્યો
બાવળામાં આવેલા બોરડીવાળા જીનમાંથી એલ.સી.બીની ટીમે બાતમીનાં આધારે પાટણ જિલ્લાના રાધનપુર, અમદાવાદ શહેરનાં નારોલ પોલીસમાં નોંધાયેલા બાઇક તથા એક્ટિવા ચોરીના ચોરને પકડી લઇને ચોરીનું એકટીવા, બાઇક અને ૫ મોબાઇલ મળી કુલ ૧,૪૫,૦૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી હતી. કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ હરિસિંહને બાતમી મળી હતી કે બાવળામાં આવેલા બોરડીવાળા જીનમાં રાધનપુર પોલીસ સ્ટેશનમાં અને અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનનાં બાઇક અને એક્ટિવા ચોરીમાં સંડોવાયેલો ચોર મહેશ ઉર્ફે ટયડો મેલાજી ઉર્ફે નેમાજી ઠાકોર, રહેવાસી, બોરડીવાળુ જીન, બાવળા છૂપાયેલો છે.
જે બાતમીનાં આધારે એલ.સી.બી પી.આઇ ડી.બી.વાળા, પી.એસ.આઈ જી.એમ.પાવરા, એ.એસ.આઇ દિલીપસિહ પરમાર, વિજયસિંહ મસાણી , કોન્સ્ટેબલ હરદીપસિંહ વાળા, કુલદિપસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ સોલંકી, ખુમાનસિંહ સોલંકી, રઘુવીરસિંહ ગોહિલએ બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને મહેશને પકડી પાડીને તેની પાસેથી ચોરીનું ૭૦,૦૦૦ રૂપિયાનું એક્ટિવા, ૪૫,૦૦૦ હજાર રૂપિયાનું બાઇક અને ૩૦,૦૦૦ રૂપિયાના ૫ મોબાઇલ મળી કુલ ૧,૪૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા ચોરે અગાઉ માંડલ પોલીસ સ્ટેશનના બાઈક ચોરીના ગુનામાં, રાધનપુર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના ગુનામાં અને દસાડા પોલીસમાં સ્ટેશનમાં મોબાઇલ અને રોકડ રકમની ચોરીના ગુનામાં પકડાયેલો હતો.
Recent Comments