અમદાવાદના બાવળા તાલુકાના છેવાડાના ગામ બલદાણામાં જુલાઈની સાથે ઓગસ્ટ પણ કોરોધાકોર રહ્યો હતો. વરસાદની આશાએ વાવેલા ડાંગર, કપાસ અને એરંડાનો પાક સુકાઈ ગયો છે. તો સુકાભઠ્ઠ ખેતરો જાેઈને ખેડૂતો નિસાંસો નાંખી રહ્યાં છે. ૪ હજારની વસતી ધરાવતું બલદાણા મહદઅંશે ખેતીવાડી અને પશુપાલન પર ર્નિભર છે. ગામના ૪૦૦થી ૫૦૦ ખેડૂતો વરસાદી પાણી પર ર્નિભર છે. બલદાણા ગામ સુધી ફતેવાહી કેનાલ પહોંચી છે. પરંતુ સુકીભઠ્ઠ કેનાલમાં હજી સુધી પાણી આવ્યું નથી. વાસણા બેરેજથી ફતેવાડી કેનાલ શરૂ થઈને ૪૫ કિલોમીટર દૂર સુધી જાય છે.
આ કેનાલના છેવાડે બલદાણા, કેસરડી, લગદાણા તેમજ દેહવાડા આવેલા છે. કેનાલમાં પાણી છોડાય તો વચ્ચેના ગામના ખેડૂતો મશીને મુકીને પાણી ખેંચી લે છે. તો ક્યાંક આડશ મુકીને પાણી વાળી દેવામાં આવે છે. જેથી સૌથી વધુ જરૂર છે ત્યાં પાણી પહોંચતુ નથી. વળી અહીં બોરના પાણી પણ ખારા હોવાથી ઉપયોગમાં લઈ શકાતા નથી. અહીં નજીવા વરસાદમાં પશુઓને ચાલે તેટલો ઘાસચારો માંડ થાય છે. બાવળાના છેવાડાના કેસરડી સહિતના ૪થી ૫ ગામના ખેડૂતો, સરપંચોએ વારંવાર સિંચાઈ વિભાગમાં રજૂઆત કરી છે. પરંતુ સિંચાઈ વિભાગ સ્ટાફ ઓછું હોવાનું જણાવે છે. જાે કેનાલમાં પાણી પૂરતા પ્રેશરથી છોડવામાં આવે તો ખેડૂતોની સમસ્યા દૂર થઈ શકે. આ ચાર-પાંચ ગામના અંદાજે ૭થી ૮ હજાર ખેડૂતો દેવા કરીને પાક વાવે છે. પરંતુ આવક ન થતા દેવાનો બોજ વધતો જાય છે. રાજ્ય સરકાર યોગ્ય સરવે કરીને પાક નુકસાનીનું વળતર ચુકવે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.
Recent Comments