બાવળા તાલુકામાં ઝડપાયેલી બોગસ હોસ્પિટલ મામલે કેરાળા જીઆઈડીસી પોલીસે ૧ હોમિયોપેથી ડોક્ટરની ધરપકડ કરી
અમદાવાદના બાવળા તાલુકામાં કેરાળા જીઆઈડીસી વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા ઝડપાયેલી નકલી હોસ્પિટલ કેસમાં અંતે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ગુનામાં ધર્મેન્દ્ર અહિર નામનાં ડોક્ટરની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. પકડાયેલો આરોપી બાવળા અને ચાંગોદર બન્ને હોસ્પિટલમાં ભાગીદાર હતો અને તે પોતે દર્દીઓની સારવાર કરતો હતો. જોકે આ કેસમાં સામેલ આરોપીઓએ પોલીસથી બચવા ઝ્રઝ્ર્ફ ના ડ્ઢફઇ ની ચોરી કરાવતા પોલીસે કલમો ઉમેરી અન્ય આરોપીઓની પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ કેસમાં પોલીસ અધિકારીઓ દ્વારા બાવળાની હોસ્પિટલમાં પંચનામું કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં હોસ્પિટલના પાછળના ભાગે બારીના કાચને તોડી દરવાજો ખોલી અજાણ્યા ઈસમોએ હોસ્પિટલમાં પ્રવેશી હોસ્પિટલમાં અને ડોક્ટરની ઓફિસમાં લગાવેલી સીસીટીવીના ડીવીઆર ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી આ કેસમાં પુરાવાઓના નાશ કરવાની પણ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. બાવળા ખાતેની અનન્યા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ગત મે મહિનામાં શરૂ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપી ધર્મેન્દ્ર આહિર પાસે મ્ૐસ્જી ની ડિગ્રી જ હોવા છતાં તે એલોપેથી સારવાર અને સર્જરી કરતો હતો. હોસ્પિટલમાં મેડિસીન, યુરોલોજી, સર્જીકલ, ઓર્થોપેડિક, ચામડી, આંખ અને દાંત, ગાયનેક અને બાળકોના વિભાગ બનાવ્યા હતા. હોસ્પિટલમાંથી પોલીસને આરોપીઓ દ્વારા ઉદ્ધાટન સમયે બનાવેલી આમંત્રણ પત્રિકા પણ મળી છે.
આ કેસમાં કેરાળા જીઆઈડીસી પોલીસ મથકે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ તેમજ બી.એન.એસની કલમ ૧૨૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ગુનાની ગંભીરતા જોતા અન્ય ૪ કલમો ઉમેરવામાં આવી છે. પકડાયેલો આરોપી મૂળ ભાવનગરનો છે. તે બાવળા અને મોરૈયા બન્ને હોસ્પિટલમાં ભાગીદાર છે. જોકે મોરૈયાની હોસ્પિટલ બાબતે હેલ્થ વિભાગ દ્વારા હજુ કોઈ ફરિયાદ કરવામાં ન આવી હોવાનું પણ ખુલ્યું છે. તેવામાં આ કેસમાં ફરાર અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
આ કેસમાં કેરાળા જીઆઈડીસી પોલીસે ધર્મેન્દ્ર આહિર નામનાં મ્ૐસ્જી એટલે કે હોમિયોપેથી ડોક્ટરની ધરપકડ કરી છે. બાવળા તાલુકામાં કેરાળા ગામમાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ગત ૮ જુલાઈના રોજ એક ૧૪ વર્ષની સગીરાના પરિવારજનો તેને સારવાર માટે લાવ્યા હતા. જે સગારાને તાવ, ગળામાં સોજો અને ઓરી અછબડાની તકલીફ હતી, જેની સારવાર દરમિયાન બીજા દિવસે તેનું અચાનક મોત થયું હતું. જોકે સગીરાના સ્વજને એક વિડીયો બનાવીને ડોક્ટરની બેદરકારી અંગે આક્ષેપ કરતો વિડીયો બનાવ્યો હતો, જે વિડીયો વાયરલ થતાની સાથે જ અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ બાવળાના મેડિકલ ઓફિસર રૂતુરાજ ચાવડાને તપાસ કરવાનો આદેશ કર્યો હતો. જેથી ૧૦મી જુલાઈના રોજ મેડિકલ ટીમે તપાસ કરતા ત્યાં સાણંદના મનીષા બાબુભાઈ અમરેલિયા નામના તબીબ હોસ્પિટલ ચલાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જોકે તપાસ કરતા તે હોસ્પિટલમાં મેહુલ ચાવડા અને ધર્મેન્દ્ર નામનો વ્યક્તિ પણ દર્દીઓની સારવાર કરતો હોવાનું ખુલ્યુ હતું. જે મામલે કેરાળા જીઆઈડીસીમાં ગુનો નોંધાતા આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Recent Comments