fbpx
ગુજરાત

બાવળા નજીક દ્વારકા પોલીસની ખાનગી ગાડી નો અકસ્માત, ૧ નું મોત

બાવળા નજીક દ્વારકા પોલીસની ીા ખાનગી ગાડીનો અકસ્માત થયો હતો જેમાં એક વ્યકિતનું મોત થયાના અહેવાલ પણ મળ્યા છે અને અન્ય ત્રણ વ્યકિતઓને ઈજા થવા પામી છે. હાલ, પોલીસે ગુનો નોંધી આ અકસ્માત થવા બાબતે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે પ્રાથમિક માહિતી મુજબ અમદાવાદ કોર્ટના કામે દ્વારકાથી એક ખાનગી ગાડીમાં નીકળ્યા હતા, તે દરમિયાન મોડી રાત્રે ૨ વાગે ખાનગી ગાડી બાવળ નજીક સર્કલ સાથે અથડાઈ હતી. જેમાં હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ડ્રાઇવર), દિલીપસંગ હરિસંગ સિંહ જાડેજા અને અરસી ભાઈ ગોગનભાઈને સામાન્ય ઈજા પહોંચી છે. દ્વારકા ડિવિઝન ઓફિસથી અમદાવાદ હાઈકોર્ટ મુદ્દતે જતા અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.

Follow Me:

Related Posts